Not Set/ મનોજ બાજપેયીએ ખોલી બોલિવૂડની પોલ, ભાડું ચુકવવું મુશ્કેલ અને વડા-પાઉ ખાવો મોંઘો પડી રહ્યો હતો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ હવે ફિલ્મ ઉદ્યોગનાં સેલેબ્સ ખુલ્લેઆમ ડિપ્રેશન વિશે બોલી રહ્યા છે. સેલેબ્સ તેમના ડિપ્રેશન સામે લડવાની તમામ વાતો લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે. તાજેતરમાં, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અભિનેતા મનોજ બાજપેયીએ તેમના સંઘર્ષનાં શરૂઆતનાં દિવસોમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તેના વિશે ખુલ્લેઆમ વાત કરી હતી, તેમણે કહ્યું હતું […]

Uncategorized
e2a75b6c4222975bfcf44fa4da83519a મનોજ બાજપેયીએ ખોલી બોલિવૂડની પોલ, ભાડું ચુકવવું મુશ્કેલ અને વડા-પાઉ ખાવો મોંઘો પડી રહ્યો હતો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ હવે ફિલ્મ ઉદ્યોગનાં સેલેબ્સ ખુલ્લેઆમ ડિપ્રેશન વિશે બોલી રહ્યા છે. સેલેબ્સ તેમના ડિપ્રેશન સામે લડવાની તમામ વાતો લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે. તાજેતરમાં, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અભિનેતા મનોજ બાજપેયીએ તેમના સંઘર્ષનાં શરૂઆતનાં દિવસોમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તેના વિશે ખુલ્લેઆમ વાત કરી હતી, તેમણે કહ્યું હતું કે તે દિવસોમાં તે આત્મહત્યા કરવાના ખૂબ નજીક હતા, અને તે સમયે તેમને વડા-પાઉ પણ ખૂબ મોંઘો લાગતો હતો. ચૌલનું ભાડુ ભરવું પણ ખૂબ મુશ્કેલ હતું અને એક સહાયક ડિરેક્ટરે તેમનો ફોટો ફાડી નાખ્યો હતો.

આપને જણાવી દઇએ કે, બોલિવૂડ લાઇફનાં અહેવાલ મુજબ, હ્યુમન્સ ઓફ બોમ્બેને આપેલા એક ઇન્ટરવ્યુમાં મનોજ બાજપેયીએ કહ્યું હતું કે, હું આત્મહત્યા કરવાના ખૂબ નજીક હતો, તેથી મારા મિત્રો મારી સાથે સૂતા હતા અને મને ક્યારેય એકલો છોડતા નહોતા. તેઓએ મને ત્યા સુધી ન છોડ્યો જ્યા સુધી બોલિવૂડમાં મને અપનાવવામાં ન આવ્યો.  તે વર્ષમાં હુ ચાની દુકાન પર હતો ત્યારે તિગ્માંશુ ધુલિયા તેના ખટારા સ્કૂટર પર મને શોધતો આવ્યો હતો. શેખર કપૂર મને બેન્ડિટ ક્વીનમાં કાસ્ટ કરવાની ઇચ્છા રાખી રહ્યા હતા. હું તૈયાર થઈ ગયો અને મુંબઇ ચાલ્યો ગયો. એક વખત એક આસિસ્ટન્ટ ડાયરેક્ટરે મારો ફોટો ફાડી નાખ્યો હતો અને મે એક દિવસમાં ત્રણ પ્રોજેક્ટ ખોઈ દીધા હતા.”

મનોજ બાજપેયીએ વધુમાં કહ્યું, “મને મારા પહેલા શોટ પછી બહાર નીકળવાનુંકહેવામાં આવ્યું. મારો ચહેરો આઇડલ હિરો ફેસ જેવો ન હતો, તેથી તેઓએ વિચાર્યું કે હું ક્યારેય મોટા પડદા પર આવી શકીશ નહીં.તે સમયે ભાડુ ચૂકવવું મને ખૂબ જ મુશ્કેલ લાગતું હતું અને વડા પાવ સુધી મને મોંઘો લાગતો હતો. પણ મારા પેટની ભૂખ મને સફળ થવામાં ક્યારેય રોકી શકી નહી.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.