Not Set/ મારા દિકરાને ઝેર પીવડાવી રહી હતી રિયા ચક્રવર્તી, ખૂની છે, જલ્દી જ કરો ધરપકડ : સુશાંતનાં પિતા

સુશાંત સિંહ રાજપૂત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને કારણે ડ્રગ્સ ઉપયોગનો નવો એન્ગલ સામે આવ્યો છે. આ કેસમાં તપાસનો સામનો કરી રહેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીની હવે ડ્રગ્સનાં ઉપયોગ સામે તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે સુશાંતનાં પિતા કૃષ્ણ કુમાર સિંહનું નિવેદન આવ્યું છે. તેમણે રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપો લગાવ્યા હતા કે, તેમના પુત્રને લાંબા સમયથી […]

Uncategorized
3530496ba646dc036e862abe9f51f041 મારા દિકરાને ઝેર પીવડાવી રહી હતી રિયા ચક્રવર્તી, ખૂની છે, જલ્દી જ કરો ધરપકડ : સુશાંતનાં પિતા
સુશાંત સિંહ રાજપૂત કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને કારણે ડ્રગ્સ ઉપયોગનો નવો એન્ગલ સામે આવ્યો છે. આ કેસમાં તપાસનો સામનો કરી રહેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીની હવે ડ્રગ્સનાં ઉપયોગ સામે તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે સુશાંતનાં પિતા કૃષ્ણ કુમાર સિંહનું નિવેદન આવ્યું છે. તેમણે રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપો લગાવ્યા હતા કે, તેમના પુત્રને લાંબા સમયથી ઝેર આપવામાં આવી રહ્યું હતુ. તેમણે રિયાને કિલરપણ કહી દીધુ હતુ.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં કે.કે.સિંહે કહ્યું કે, ‘રિયા ઘણા સમયથી મારા પુત્રને ઝેર પીવડાવી રહી હતી. તે ખૂની છે. તપાસ એજન્સીએ તાત્કાલિક રિયા અને તેના સાથીદારોની ધરપકડ કરવી જોઈએ અને તેમને સજા અપાવવી જોઈએ. જણાવી દઈએ કે સુશાંતનાં પિતાએ પહેલા જ રિયા ચક્રવર્તી પર આર્થિક અપરાધ અને સુશાંત સિંહનાં માનસિક ત્રાસ આપવાના આરોપમાં પટના પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી. સુપ્રીમ કોર્ટની મંજૂરી બાદ હવે સીબીઆઈ આ કેસમાં તપાસ કરી રહી છે. વળી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) મની લોન્ડરિંગનાં આરોપોની તપાસ કરી રહ્યું છે. ઇડીએ રિયાનો ફોન કબજે કર્યો હતો, જેમાં કેટલીક વોટ્સએપ ચેટ્સ મળી આવી છે, જે પછી ડ્રગ્સનાં ઉપયોગનો એંગલ સામે આવ્યો છે.

ઇડીએ આ એન્ગલને લગતી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) નો સંપર્ક કર્યો છે, ત્યારબાદ એનસીબીએ ડ્રગ્સ એંગલ અંગે કેસ દાખલ કર્યો છે. એનસીબી રિયા ચક્રવર્તી, શોવિક જયા શાહ, શ્રુતિ મોદી અને પુણેનાં રહેવાસી અને ગોવામાં સક્રિય શખ્સ ગૌરવ આર્ય અને અન્ય ડ્રગ ડીલરો સામેનાં કેસની તપાસ કરશે. આ મુકદ્દમો દિલ્હીમાં એનસીબી ડાયરેક્ટરનાં આદેશ પર નોંધવામાં આવ્યો છે. ઈડીની એફઆઈઆરમાં જે લોકોનાં નામ છે તે લોકો સામે એનસીબીએ કેસ નોંધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.