મુંબઈના એલફિન્સ્ટન રેલ્વે સ્ટેશન પર શુકવાર સવારે ૧૦.૩૦ કલાકે ભાગદોડ મચવાને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અફવાને કારણે મચેલી ભાગદોડને કારણે સ્ટેશન પર આફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.

આ દુર્ઘટનામાં ૨૨ લોકોનાં મોત થયા છે. જયારે ૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ મૃત્યુઆંક હજુ વધી શકે છે.

દુર્ઘટના બાદ રેલવે દ્વારા જણાવ્યા આવ્યું, ભારે વરસાદના કારણે બ્રિજ પર ભીડ હતી. વરસાદ બંધ થઈ બાદ અચાનક બધા એકસાથે બહાર નીકળ્યા હતા, જેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાતા આ દુર્ઘટના સર્જાઈ હતી. હાલ મેડિકલ ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને ઘાયલોની સારવાર શરૂ કરી દીધી છે.
