Not Set/ મુખ્યમંત્રીએ સુઇગામ બોર્ડર પર જવાનો સાથે કરી દિવાળી પર્વની ઉજવણી

  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બનાસકાંઠાના સુઇગામ બોર્ડર પર જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી.. બી.એસ.એફ.ના જવાનોને મીઠાઇ વહેંચી શુભેચ્છાઓ પાઠવી.. રૂપાણી 3 કલાક સુધી બોર્ડર પર પરિવાર સહિત રોકાયા હતા.. રૂપાણીની સાથે રાજ્યકક્ષાના મંત્રી શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા… મુખ્યમંત્રીએ બોર્ડરના 30 કિલોમીટર સુધીની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. બનાસકાંઠા જીલ્લાના વાવ અને […]

Uncategorized

 

vlcsnap-error426

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બનાસકાંઠાના સુઇગામ બોર્ડર પર જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી.. બી.એસ.એફ.ના જવાનોને મીઠાઇ વહેંચી શુભેચ્છાઓ પાઠવી.. રૂપાણી 3 કલાક સુધી બોર્ડર પર પરિવાર સહિત રોકાયા હતા.. રૂપાણીની સાથે રાજ્યકક્ષાના મંત્રી શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા… મુખ્યમંત્રીએ બોર્ડરના 30 કિલોમીટર સુધીની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

બનાસકાંઠા જીલ્લાના વાવ અને સુઈગામને અડીને ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે. આ આંતરરાષ્ટ્રીય સરહદ પર દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા જવાનો પોતાના પરિવારથી દિવાળીના દિવસે પણ દુર રહે છે. આથી આ જવાનો દેશ માટે જે બલિદાન આપી રહ્યા છે તેને લઇ મુખ્યમંત્રી દ્વારા આ વર્ષે જવાનો સાથે દિવાળી મનાવી હતી.  BSF ના જવાનો પોતાના પરિવારથી દુરની રહી દેશની રક્ષા માટે ખડેપગે ફરજ બજાવે છે. આ દેશના જવાનોને પણ દિવાળી નિમિત્તે પ્રોત્સાહન અને સહાનુભુતિ મળી રહે તે માટે આજે બોર્ડરના જવાનો સાથે દિવાળી મનાવી હતી. પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરહદની સમીક્ષા કરી હતી. જ્યારે જવાનોએ સરહદની દિનચર્યા અને તેઓ કઈ રીતે કામગીરી કરે છે તેની માહિતી તેઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આપી હતી. વિજય રૂપાણીએ કહ્યું કે દેશના જવાનો આપણા માટે દિવાળી જેવા તહેવારે પરિવારથી દુર રહી ઉજવે છે આથી આ વર્ષે તેમણે દિવાળીનો પર્વ BSF નાં જવાનો સાથે ઉજવ્યો… મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બનાસકાંઠાની સરહદના મહેમાન બન્યા હોવાથી જીલ્લા વહીવટી તંત્ર પણ બોર્ડર પર પોહ્ચ્યું હતું. જીલ્લાના ઉચ્ચ અધિકારીઓએ BSF ના જવાનો અને મુખ્યમંત્રી સાથે દિવાળીની ઉજવણી કરી હતી. BSF નાં જવાનો દ્વારા મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓર્નર આપ્યા બાદ તેઓ સરહદની મુલાકાત લીધી હતી. બનાસકાંઠાના કલેક્ટર જેનું દેવને મુખ્યમંત્રીની આ મુલાકાત ગૌરવની બાબત તરીકે દર્શાવી…

એક તરફ દેશમાં જ્યારે યુધ્ધનું વાતાવરણ છે. ત્યારે જવાનો સરહદની સુરક્ષા માટે અડીખમ ઉભા છે. દેશના સૌથી મોટા પર્વ ગણાતા દિવાળી નિમિત્તે તેઓ દેશની સુરક્ષા માટે પોતાના પરિવાર પાસે જઈ શકતા નથી. આથી તેઓને પણ પોતાના પરિવારની ખોટ ન સાલે તે માટે મુખ્યમંત્રી દ્વારા જવાનો માટે આ વર્ષે ખાસ દિવાળી સરહદ પર મનાવવાનું નક્કી કરવામાં આવ્યું. મુખ્યમંત્રીની સાથે દિવાળી મનાવવાથી BSF ના જવાનોના જુસ્સામાં પણ વધારો થયો છે.