કોરોના સંકટ વચ્ચે, લોકો પેટ્રોલ અને ડીઝલમાં થઇ રહેલા સતત વધારાથી પરેશાન થઇ ગયા છે. આ વધારાથી સૌથી વધુ અસર સામાન્ય નાગરિકને થઇ રહી છે. કિંમતોમાં વધારો સતત 13 માં દિવસે પણ ચાલુ રહ્યો હતો અને શુક્રવારે પણ પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા હતા. દિલ્હીમાં પેટ્રોલ હવે 78.37 રૂપિયા અને ડીઝલ 77.06 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
સપ્તાહનાં પાંચમા કારોબારી દિવસે પેટ્રોલનાં ભાવમાં 0.56 રૂપિયા જ્યારે ડીઝલની કિંમતમાં 0.63 રૂપિયાનો વધારો થયો છે. ગુરુવારે પેટ્રોલ 0.53 રૂપિયા મોંઘુ થઈ ગયું હતું, જ્યારે ડીઝલની કિંમતમાં 0.64 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
