દેશમાં કોરાના વાયરસનાં કહેરને પહોંચી વળવા લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી સૌથી વધુ અસર પ્રવાસી મજૂરોને થઇ રહી છે. ત્યારે સરકારે તેમને પોતાના વતન પહોંચાડવા માટે ટ્રેનોની સગવડતા પૂરી પાડી છે. ત્યારે આજે હજારો મજૂરો મુંબઈનાં બાંદ્રા સ્ટેશન પર એકઠા થઇ ગયા હતા. જણાવી દઇએ કે, આજે શ્રમિક સ્પેશિયલ ટ્રેન બાંદ્રા સ્ટેશનથી બિહાર જવા રવાના થવાની હતી. આ ટ્રેનમાં મુસાફરી માટે એક હજાર મજૂર નોંધાયેલા હતા, પરંતુ હજારો લોકો સ્ટેશન પર પહોંચી ગયા હતા.
દરમિયાન સ્ટેશનની બહાર અરાજકતાનું વાતાવરણ જોવા મળ્ય હતુ અને પોલીસે લોકોને ઘરે જવા અપીલ કરી હતી. મોટી સંખ્યામાં મજૂરો મહિલાઓ અને બાળકો સાથે પોતાનો માલ લઈ જતા હતા. જો કે, એક્શનમાં આવેલી પોલીસે તમામ મજૂરોને ઘરે મોકલી દીધા હતા. તેમજ અહી મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, આજે શ્રમિક એક્સપ્રેસ બાંદ્રા સ્ટેશનથી બિહાર જવા રવાના થઈ રહી હતી. આ માટે મુંબઈ પોલીસ દ્વારા મજૂરી કરનારા મજૂરોને બોલાવાયા હતા, પરંતુ સવારે 10 વાગ્યે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. આ પછી પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને દૂર કર્યા. થોડા સમય પછી હજારો મજૂરો એકઠા થયા હતા.
Maharashtra: Huge crowd of migrant workers gathered outside the Bandra railway station in Mumbai earlier today to board a “Shramik special’ train to Bihar. Only people who had registered themselves(about 1000) were allowed to board, rest were later dispersed by police. pic.twitter.com/WDsZawtBH5
— ANI (@ANI) May 19, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
