કોરોના વાયરસનાં કારણે તમામ ક્રિકેટ પ્રવૃત્તિઓ અટકી ગઈ છે. આઈપીએલ 2020 અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યું છે. આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનાર આઈસીસી ટી-20 વર્લ્ડ કપને પણ જોખમ છે. લોકડાઉન દરમિયાન, તમામ ક્રિકેટરો તેમના પરિવાર સાથે અને વર્કઆઉટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ વચ્ચે ધોની રાંચીનાં પોતાના ફાર્મહાઉસમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.
દરમિયાન તેણે પોતાના ફાર્મ હાઉસમાં ખેતી માટે એક ટ્રેક્ટર ખરીદ્યુ હતુ. હવે ધોનીનો આ ટ્રેક્ટર સાથે ઓર્ગેનિક ખેતી કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ધોનીનાં આ નવા વીડિયોમાં તે પોતાના રાંચી ફાર્મ હાઉસમાં પોતે ખેતી કરતા જોવા મળી રહ્યો છે. ધોની આ નવા ટ્રેક્ટરની મદદથી ખેતી કરી રહ્યો છે. ધોનીએ આ ટ્રેક્ટર તેના ફાર્મ હાઉસમાં ઓર્ગેનિક ખેતી માટે ખરીદ્યું હતું. હાલમાં આઈપીએલ રમાઇ શકે તેવુ ન દેખાતા ધોનીએ પોતાના ફાર્મ હાઉસમાં ખેતી શરૂ કરી દીધી છે.
ધોનીએ મહિન્દ્રા સ્વરાજ 963 એફઈ ટ્રેક્ટર ખરીદ્યુ છે. આ ટ્રેક્ટર લાલ રંગનું છે. આ ટ્રેક્ટરની કિંમત 7.90 લાખથી 8.40 લાખ રૂપિયાની વચ્ચે છે. ધોની આ ટ્રેક્ટરથી ખેતીનો ખૂબ આનંદ માણી રહ્યો છે. તેનો આ વીડિયો જોતા તે સ્પષ્ટ રીતે જાણી શકાય છે. શરૂઆતથી જ ધોની વિવિધ કામો અને વસ્તુઓમાં હાથ અજમાવી રહ્યો છે અને હવે તે કોરોના વાયરસ સમયગાળા દરમિયાન ખેતી કરી રહ્યો છે. ધોનીનાં આ વીડિયોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરવાની સાથે સાથે ચાહકો તેના પર ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે. ચાહકોને પણ ધોનીની આ સરળ સ્ટાઇલ ખૂબ પસંદ આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
