Not Set/ રાજકોટનાં જુના માર્કેટિંગ યાર્ડમાં હરાજી વગર જ ખેડૂતોનો માલ વહેંચવાનો કારસો સામે આવ્યો

રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં લોકડાઉન ની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હાલ લોકડાઉન નો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. લોકડાઉનના કારણે રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં હરાજી વગર જ ખેડૂતોનો માલ વહેંચવાનો કારસો સામે આવ્યો છે. ત્યારે વેપારી અને દલાલોના કારસા નો ભોગ બનેલા ખેડૂતોએ ચોધાર આંસુ વહેડાવવાનો વારો આવ્યો છે રાજકોટ જિલ્લા કિસાન સંઘ પ્રમુખ […]

Gujarat Rajkot

રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં લોકડાઉન ની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હાલ લોકડાઉન નો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. લોકડાઉનના કારણે રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં હરાજી વગર જ ખેડૂતોનો માલ વહેંચવાનો કારસો સામે આવ્યો છે. ત્યારે વેપારી અને દલાલોના કારસા નો ભોગ બનેલા ખેડૂતોએ ચોધાર આંસુ વહેડાવવાનો વારો આવ્યો છે

રાજકોટ જિલ્લા કિસાન સંઘ પ્રમુખ દિલીપ સખીયા અને તેમની ટીમ દ્વારા આજરોજ જુના માર્કેટિંગ યાર્ડ ની મુલાકાત લેવામાં આવી હતી. આ સમયે કેટલાક ખેડૂતો પોષણક્ષમ ભાવના મળતી હોવાની રજૂઆત કિસાન સંઘના આગેવાનો ને કરી હતી. ખેડૂતોએ કિસાન સંઘના આગેવાનો ને રજૂઆત કરી હતી કે તેમનો માલ માર્કેટિંગ યાર્ડમાં હરાજી વગર જ વેચી નાખવામાં આવે છે જેના કારણે તેમને પોષણ ક્ષમ ભાવ નથી મળતા. ખેડૂતોનું કહેવું છે કે તેમની ડુંગળી ની બોરીમાં ૫૨ થી ૫૫ કિલો ડુંગળી હોવા છતાં તેમને પ્રતિ બોરી માત્ર ૪૦ કિલોના ભાવ જ મળી રહ્યા છે. ખેડૂતોને પ્રતિ બોરી માત્ર ૨૧૦ થી ૨૨૦ રૂપિયા જ ચુકવવામાં આવી રહ્યા છે. 

મીડિયા સાથેની વાતચીતમાં પડધરી તાલુકાના દીપકભાઈ લીંબાસિયા નામના ખેડૂતે જણાવ્યું હતું કે તમને આ વર્ષે દસ વીઘા ની અંદર ડુંગળી નું વાવેતર કર્યું હતું. ડુંગળીના એક વીઘા ના વાવેતર પાછળ તેમને પાંચ થી છ હજાર જેટલો ખર્ચ થયો હતો. ત્યારે હાલ તેમને ૨૫૦૦ મણ ડુંગળી ની ઉપજ થઈ છે. તો સાથે જ તેમણે છેલ્લા બે વર્ષથી પાક ધિરાણ પણ ચૂકવી શક્યા નથી. 

ત્યારે કોરોના ના કહેર વચ્ચે યાર્ડ ના સત્તાધીશો આ તમામ મામલે અજાણ હોવાનુ ટેલીફોનીક જણાવ્યું હતું. ત્યારે કોરોના કહેર વચ્ચે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચનાર ખેડૂત સરેઆમ લૂંટાઈ રહ્યો છે. ખેડૂત પાસેથી જે ડુંગળી વેપારીઓ જુના માર્કેટિંગ યાર્ડમાં બે થી પાંચ રૂપિયા પ્રતિ કિલો ખરીદી રહ્યા છે તે જ ડુંગળી રિટેલ માર્કેટમાં ગ્રાહકોને ૨૦ થી ૨૫ રૂપિયા કિલો મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook,Twitter,Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન.