અમદાવાદઃ RTO દ્વારા હવે વાહન રજીસ્ટ્રેશની ફીમાં 500 ટકા સુધીનો જંગી વધારો કરી દેવામાં આવ્યો છે. આ સિવાય ધિરાણની નોધણીની અને વાહનોની માહિતી મેળવવાની ફીમાં પણ તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના આદેશ અનુસાર દેશની તમામ RTO માં આ ભાવ વધારો આજથી અમલમાં આવશે.
કેન્દ્ર સરકારના આ બહાર પાડેલા જાહેરનામાનો આજથી અમલ થવા જઇ રહ્યો છે. ત્યારે વાહન રજીસ્ટ્રેશના ભાવ વધારાના એક દિવસ પહેલા અમદાવાદમાં ડિલરોના પ્રતિનિધિઓનો ઘસારો જોવા મળ્યો હતો. શનિવારે આરટીઓની કમાણી 24 લાખ જેટલી થઇ હતી.
રાજ્ય સરકારે આ પરિપત્ર સોમવારે બહાર પાડ્યો હતો અને તેનો અમલ મંગળવારથી કરવામાં આવશે. વાહન નોંધણી અને લોન દાખલ કરાવવા માટે લેવામાં આવતી ફીમાં પણ જંગી વધારો જીકી દવામાં આવ્યો છે.
વિવિધ સેવાઓની ફી આ મુજબ છે. ટ્રેડ સર્ટિ. માટે 1000 રૂપિયા જે પહેલા 200 રૂપિયા હતા. ઇન્ફોર્મેશન સર્ટિ માટે 200 રૂપિયા જે પહેલા 45 રૂપિયા હતા. નો ડ્યૂ સર્ટિફિકેટ માટે 200 રૂપિયા જે પહેલા 45 રૂપિયા હતા. મોટર સાઈકલમાં સરનામું બદલવા માટે 150 રૂપિયા જે પહેલા 20 રૂપિયા હતા મોટર સાઈકલ ઇમ્પોર્ટેડમાં સરનામું બદલવા માટે 1250 રૂપિયા ફી આપવી પડશે જે પહેલા 20 રૂપિયા હતી.
ઇન્ડિયન કારમાં સરનામું બદલવા માટે 300 રૂપિયા જે પહેલા 20 રૂપિયા હતા. ઇમ્પોર્ટેડ કાર માટે 2500 રૂપિયા જે પહેલા 20 રૂપિયા હતા. એગ્રિકલ્ચર ઇમ્પોર્ટેડ માટે 2500 રૂપિયા જે પહેલા 20 રૂપિયા હતા. એગ્રિકલ્ચર ઇન્ડિયન વાહન માટે 300 રૂપિયા ફી આપવી પડશે જે પહેલા 20 રૂપિયા હતી.
ઇમ્પોર્ટેડ કારટેક્ષી માટે 2500 રૂપિયા જે પહેલા 20 રૂપિયા હતા. કેશવાન, ક્રેન, ડમ્પર (ઇન્ડિયન) માટે 1500 રૂપિયા જે પહેલા 20 રૂપિયા હતા. કેશવાન, ક્રેન, ડમ્પર ઇમ્પોર્ટેડ માટે 2500 રૂપિયા જે પહેલા 20 રૂપિયા હતા. ઉપરાંત બાઈક રજિસ્ટ્રેશન માટે 300 રૂપિયા ફી આપવી પડશે જે પહેલા 60 રૂપિયા હતી.
હેવી વ્હીકલ રજિસ્ટ્રેશન માટે 5000 રૂપિયા જે પહેલા 600 રૂપિયા હતા. ઇમ્પોર્ટેડ અન્ય વાહનોના રજિસ્ટ્રેશન માટે 5000 રૂપિયા જે પહેલા 800 રૂપિયા હતા. ઇન્ડિનય કાર રજિ. માટે 600 રૂપિયા ફી આપવી પડશે જે પહેલા 200 રૂપિયા હતી.
રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવા માટે 5000 રૂપિયા જે પહેલા 400 રૂપિયા હતા. ઇમ્પો. બાઈક ટ્રાન્સફર માટે 2500 રૂપિયા જે પહેલા 200 રૂપિયા હતા. કાર ટ્રાન્સફર માટે 2500 રૂપિયા ફી આપવી પડશે જે પહેલા 400 રૂપિયા હતી.
