બાગપત,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર સવારે દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેના પ્રથમ ચરણનું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારબાદ તેઓએ અહિયાં ૬ કિમી લાંબો રોડ-શો પણ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું.
દિલ્હી-મેરઠ એક્સપ્રેસવેના ઉદ્ઘાટન કર્યાં બાદ તેઓ હેલિકોપ્ટર દ્વારા બાગપત પહોંચ્યા હતા અને દેશના સૌથી હાઈટેક મનાતા ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેને રાષ્ટ્રને કર્યો સમર્પિત કર્યો હતો.
Prime Minister Narendra Modi inaugurated the #EasternPeripheralExpressway pic.twitter.com/z5n6a75RDo
— ANI (@ANI) May 27, 2018
આ એક્સપ્રેસવેની ખાસ વાત એ છે કે તે માત્ર ૫૦૦ દિવસના સમયગાળા પહેલા જ તૈયાર કરવામાં આવ્યો છે. ૧૧૦૦૦ હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ એક્સપ્રેસવે કુલ ૧૩૫ કિલોમીટર લાંબો છે.
દેશના સૌથી હાઇટેક ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેની આ છે મુખ્ય ખાસિયતો :
રવિવારે પીએમ મોદી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલા આ એક્સપ્રેસવેની મુખ્ય વાત એ છે કે, તેનું કામ એક રેકોર્ડ મુજબ માત્ર ૫૦૦ દિવસની અંદર જ પુરૂ કરી લેવામાં આવ્યું છે.
આ એક્સપ્રેસવેના નિર્માણમાં ૧૧૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે.
૧૩૫ કિલોમીટર લાંબો ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વે ગાઝિયાબાદ, ફરીદાબાદ, પલવલ અને ગ્રેટર નોયડા વચ્ચેથી પસાર થશે અને જેથી આ શહેરો વચ્ચે સિંગલ કનેક્ટિવિટીથી મજબુત બનશે.
સાથે સાથે આ એક્સપ્રેસવે નિર્માણ બાદ હવે વાહનચાલકોને યુપી કે હરિયાણા જવા માટે રાજધાની દિલ્હીમાં પ્રવેશવું પડશે નહીં.
બીજી બાજુ ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વેના નિર્માણ બાદ દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણમાં ઘટાડો આવશે. કહેવામાં આવી રહ્યું છે કે, ૪૧ ટકા ટ્રાફિક અને ૨૭ ટકા પ્રદૂષણ ઘટવાનું અનુમાન છે.
આ એક્સપ્રેસ-વેમાં ૬ લેન બનાવવામાં આવી છે, સાથે સાથે ઈંટેલિજેંસ હાઈવે ટ્રાફિક મેનેજમેંટ સિસ્ટમ અને વીડિયો ઈન્સિડેંટ ડિટેક્સન જેવા અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ કરવામાં આવ્યો છે.
દેશના નેશનલ એક્સપ્રેસ-વે ૨ કહેવામાં આવતા આ હાઇવે પર પેટ્રોલ પંપ, રેસ્ટ એરિયા, હોટલ, રેસ્ટોરન્ટ, દુકાનો અને રિપેર સર્વિસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ એક્સપ્રેસ-વે પર લાઈટિંગની સંપૂર્ણ સુવિધા સોલર પેનલ દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત એક્સપ્રેસ-વેના કિનારે લગભગ ૨.૫ લાખ ઝાડ રોપવામાં આવ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજ્નોમાંની એક સ્વચ્છ ભારત મિશનને ધ્યાનમાં રાખતા દર ૨.૫ કિલોમીટરના અંતરે ટૉઈલેટની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
આ હાઇટેક એક્સપ્રેસવે નિર્માણની વાત કરવામાં આવે તો, આ હાઇવેમાં ૬ ઈંટરચેંજ, ૭૧ અંડરપાસ, ૪ ફ્લાઈઓવર અને ૬ આરઓબી આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત રસ્તામાં આવતી યમુના અને હિંદન નદી પર બે મોટા બ્રિજનું પણ નિર્માણ કરાયું છે.
