Not Set/ રાજ્યમાં બ્લૂ વ્હેલનો પહેલો ભોગ આવ્યો સામે

સ્યુસાઇડ ગેમ તરીકે જાણીતી બ્લૂ વ્હેલ ગેમથી આપઘાત કરવાનો રાજ્યનો પહેલો બનાવ સામે આવ્યો છે. મૂળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના માલણ ગામના યુવાને સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો જેનો મૃતદેહ શુક્રવારે મળી આવ્યો હતો. ત્યારબાદ રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોધી પોલીસે આગળની કવાયત હાથ ધરી છે. આપઘાત કરનાર યુવકે આ પહેલા […]

Gujarat
સ્યુસાઇડ ગેમ તરીકે જાણીતી બ્લૂ વ્હેલ ગેમથી આપઘાત કરવાનો રાજ્યનો પહેલો બનાવ સામે આવ્યો છે. મૂળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના માલણ ગામના યુવાને સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો જેનો મૃતદેહ શુક્રવારે મળી આવ્યો હતો. ત્યારબાદ રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોધી પોલીસે આગળની કવાયત હાથ ધરી છે.
આપઘાત કરનાર યુવકે આ પહેલા ૩૧ સપ્ટેમ્બરે ફેસબુક પર લાઇવ કર્યું હતું જેમાં તેણે બ્લૂ વ્હેલ ગેમ રમી હતી અને તેનો છેલ્લો સ્ટેજ પાર કરવાનો હોવાથી આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું.