Not Set/ રાત્રે ટ્રેનમાં સુતેલા યાત્રીઓ પાસે નહી માંગી શકે TT ટિકિટ

નવી દિલ્હીઃ  રાત્રે ટ્રેનમાં સુતી વખતે યાત્રીઓ પાસેથી ટિકિટ ચેકર નહી આવે. રિઝર્વેશન ડબ્બામાં સ્લીપર અને એસી શ્રેણીમાં  આ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. યાત્રીઓની ફરિયાદના આઘારે બોર્ડે 27 જાન્યુઆરીએ આ આદેશ તમામ જોનમા મોકલી દેવામાં આવ્યો છે. રાતે ટ્રેનમાં ટિકિટ ચેકર માટે સમય નક્કી કરવામાં આવ્યો છે. તેનાથી રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યાની વચ્ચે […]

Uncategorized
ticket checker 03 02 2017 1486087110 storyimage રાત્રે ટ્રેનમાં સુતેલા યાત્રીઓ પાસે નહી માંગી શકે TT ટિકિટ

નવી દિલ્હીઃ  રાત્રે ટ્રેનમાં સુતી વખતે યાત્રીઓ પાસેથી ટિકિટ ચેકર નહી આવે. રિઝર્વેશન ડબ્બામાં સ્લીપર અને એસી શ્રેણીમાં  આ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. યાત્રીઓની ફરિયાદના આઘારે બોર્ડે 27 જાન્યુઆરીએ આ આદેશ તમામ જોનમા મોકલી દેવામાં આવ્યો છે.

રાતે ટ્રેનમાં ટિકિટ ચેકર માટે સમય નક્કી કરવામાં આવ્યો છે. તેનાથી રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યાની વચ્ચે રિઝર્વેશન ડબ્બામાં ટિકિટની તપાસ નહી થઇ શકે. રાત્રી ટ્રેનોમાં ડ્યુટી શરૂ કરનાર ટિકિટ નિરીક્ષક કોચમાં પહેલાથી સુઇ રહેલા યાત્રીઓ પાસે પણ યાત્રીઓને જગાડીને તેમની પાસે ટિકિટ માંગવામાં આવતી હતી. ઘણા યાત્રીઓએ ઉંઘમાંથી ઉઠીને તેના પર નારાજગી વ્યક્ત કરી હતી.

જો કે, રેલવે બોર્ડ અનુસાર શંકાના આધારે વિજિલન્સ અને આરપીએફના જવાન કોઇ પણ યાત્રીની ટિકિટ અને સામાન ચેક કરી શકે છે.

છોટા નાગપુર પેસેન્જર એસોસિએશનના મહામંત્રી ડૉ. અરુણ તિવારીએ  જણાવ્યું હતું કે, વર્ષ 2010 થી આ વ્યવસ્થા લાગુ કરવામાં આવેલી છે. પરંતુ તેનું પાલન નથી કરવામાં આવતું. રેલવે બોર્ડના આદેશથી યાત્રીઓને માનસિક શાંતિ મળશે.