Not Set/ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને PM મોદીને ગણાવ્યા ‘સુરેન્દર મોદી’ , જાણો અહી શું ભૂલ કરી ગયા કોંગ્રેસ નેતા

લદ્દાખમાં ચીન સાથેનાં વિવાદ અંગે પીએમ મોદીનાં નિવેદનને કોંગ્રેસનાં પૂર્વ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આઘાતજનક નિવેદન ગણાવ્યું છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે વડાપ્રધાને ચાઇની આક્રમકતા સામે ભારતીય જમીન તેમને આપી દીધી. વળી રાહુલ ગાંધીએ પીએમ મોદી પર ટિપ્પણી કરતી વખતે તેમનું નામ બદલ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખરેખરમાં ‘સુરેન્દર મોદી‘ […]

India
5f4d7f3eaffee7c4f2dc6c896dd12e39 1 રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને PM મોદીને ગણાવ્યા 'સુરેન્દર મોદી' , જાણો અહી શું ભૂલ કરી ગયા કોંગ્રેસ નેતા

લદ્દાખમાં ચીન સાથેનાં વિવાદ અંગે પીએમ મોદીનાં નિવેદનને કોંગ્રેસનાં પૂર્વ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આઘાતજનક નિવેદન ગણાવ્યું છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે વડાપ્રધાને ચાઇની આક્રમકતા સામે ભારતીય જમીન તેમને આપી દીધી. વળી રાહુલ ગાંધીએ પીએમ મોદી પર ટિપ્પણી કરતી વખતે તેમનું નામ બદલ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખરેખરમાં સુરેન્દર મોદીછે.

રાહુલ ગાંધીએ આ ટિપ્પણી ટ્વીટ કરી છે. તેમણે ટ્વીટ સાથે એક સમાચાર શેર કર્યા. તેમણે ટ્વિટ કર્યું હતું કે વડા પ્રધાને ચીની આક્રમકતાની સામે ભારતીય ક્ષેત્રને ચીનને સોંપ્યું છે. કોંગ્રેસ નેતાએ સવાલ કર્યો કે જો આ જમીન ચીનની છે, તો પછી આપણા સૈનિકો કેમ શહાદી થયા? તેઓ ક્યાં શહીદ થયા? આપને જણાવી દઈએ કે પીએમ મોદીએ શુક્રવારે ભારત-ચીન તણાવને લઈને બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે, ન તો કોઇએ આપણા પ્રદેશમાં પ્રવેશ કર્યો અને ન કોઈએ આપણી પોસ્ટ પર કબજો કર્યો.

આપને જણાવી દઇએ કે, રાહુલ ગાંધીનાં આ છેલ્લા ટ્વીટ બાદ તેઓ ટ્વીટર પર ખૂબ જ ટ્રોલ થઇ રહ્યા છે. જણાવી દઇએ કે, તેઓ લખવા જતા હતા સરન્ડર પણ તેમણે ટ્વીટ લખ્યુ સુરેન્દર જેનો અર્થ શરણાગતિ થાય છે. પરંતુ તેમણે વ્યંગ રૂપ પસંદ કર્યું અને તેમણે સુરેન્દરમાં એક આર ઘટાડી દીધો. આ કારણે તેમને લોકો ટ્રોલ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.