Not Set/ રાહુલ ગાંધી બોલ્યા- પ્રી પ્લાન હતો ચીનનો હુમલો, સૂતી રહી કેન્દ્ર સરકાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર સરકાર પર પ્રહાર કર્યા છે. સર્વપક્ષીય બેઠક પૂર્વે રાહુલ ગાંધીએ ટિ્‌વટ કર્યું હતું કે ચીનીઓનો હુમલો અગાઉથી આયોજિત હતો. ભારત સરકાર આ મામલે સૂઈ રહી છે અને આપણે સૈનિકની શહાદતના રૂપમાં કિંમત ચૂકવવી પડી હતી. ગલવાન ખીણમાં ચીન સાથેની હિંસક અથડામણમાં 20 જવાનોની શહાદત બાદ રાહુલ ગાંધી સતત મોદી […]

Uncategorized
b5a1af7d2ad44ccbf8e7f401c1c26a9f 1 રાહુલ ગાંધી બોલ્યા- પ્રી પ્લાન હતો ચીનનો હુમલો, સૂતી રહી કેન્દ્ર સરકાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર સરકાર પર પ્રહાર કર્યા છે. સર્વપક્ષીય બેઠક પૂર્વે રાહુલ ગાંધીએ ટિ્‌વટ કર્યું હતું કે ચીનીઓનો હુમલો અગાઉથી આયોજિત હતો. ભારત સરકાર આ મામલે સૂઈ રહી છે અને આપણે સૈનિકની શહાદતના રૂપમાં કિંમત ચૂકવવી પડી હતી. ગલવાન ખીણમાં ચીન સાથેની હિંસક અથડામણમાં 20 જવાનોની શહાદત બાદ રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ આ પહેલા એક વીડિયો ટ્વીટ કરીને સરકારને પૂછ્યું હતું કે સરકારે ભારતીય સૈનિકોને કેવી રીતે શસ્ત્ર વિના આવા જોખમી સ્થળે જવાની મંજૂરી આપી હતી.

આ અંગે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે તેમને પહેલા ચીન દ્વારા તેમની સરકારમાં કરવામાં આવેલા કરાર વાંચવા જોઈએ. કોંગ્રેસે ચીન સાથે કરાર કર્યો હતો, જે અંતર્ગત બંને દેશોના સૈનિકો એક બીજા પર ગોળીબાર કરી શકતા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે સૈનિકો નિશસ્ત્ર નથી. તેમના હાથમાં શસ્ત્રો હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.