Not Set/ રિસર્ચમાં કરાયો દાવો, દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંકડો બતાવવામાં આવી રહ્યો છે તે નથી

ભારતમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 414 લોકોનાં મોત નીપજ્યાં છે. દરરોજ કોરોનાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધી રહી છે. કોરોનાને પહોંચી વળવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનાં લોકડાઉનને 3 મે સુધી વધાર્યું છે. વળી વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 1 લાખ 34 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 20 લાખથી વધુ લોકો ચેપગ્રસ્ત […]

India

ભારતમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 414 લોકોનાં મોત નીપજ્યાં છે. દરરોજ કોરોનાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધી રહી છે. કોરોનાને પહોંચી વળવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસનાં લોકડાઉનને 3 મે સુધી વધાર્યું છે. વળી વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 1 લાખ 34 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 20 લાખથી વધુ લોકો ચેપગ્રસ્ત છે. દરમિયાન, એક રિસર્ચમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં કોરોના વાયરસથી જોડાયેલા આંકડા સામે આવી રહ્યા નથી, તેનાથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત  થઇ ચુક્યા છે.

જણાવી દઇએ કે, ઘણા દેશોનાં ડેટા દ્વારા, વૈજ્ઞાનિકો તે અંદાજો લગાવી રહ્યા છે કે અંતે આ રોગથી કેટલા લોકો મૃત્યુ પામી શકે છે. હિન્દુસ્તાન ટાઇમ્સનાં અહેવાલ મુજબ, આ સંશોધન લંડનની ઈમ્પીરીયલ કોલેજમાં કરવામાં આવ્યો છે. તેમા દાવો કરવામાં આવ્યો છે કે કોવિડ-19 વાયરસ શાંતિથી લોકોને પોતાના નિયંત્રણમાં લઈ રહ્યો છે. તેના લક્ષણો ઘણા લોકોમાં મોડા દેખાય છે. લખવામાં આવ્યું છે કે લોકડાઉનને ધીરે ધીરે ઘટાડવા માટે સરકારે આ સમયે સ્પષ્ટ આંકડા જાણવાની જરૂર છે, પરંતુ આ કાર્ય મુશ્કેલ બન્યું છે કારણ કે ઘણા લોકોમા આ લક્ષણો બતાવી રહ્યા નથી, પરંતુ બાદમાં બતાવી શકે છે.

સંશોધન મુજબ, 22 માર્ચથી બીજા 7 દિવસ સુધી, ભારતમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 16,800-23,600 ની વચ્ચે છે, પરંતુ સરકારે આ આંકડો ફક્ત 2,395 હોવાનું જણાવ્યું હતું. આ અહેવાલમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, 11 એપ્રિલ સુધીમાં ભારતમાં 119-567 લોકોનાં મોત થયા હશે. પરંતુ ગત શનિવાર સુધી આ આંકડો 288 પર હતો. ગુરુવાર સુધીમાં, ભારતમાં ચેપગ્રસ્ત કેસોની કુલ સંખ્યા વધીને 12,380 થઈ ગઈ છે, જ્યારે 414 લોકોનાં મોત નીપજ્યાં છે.

સંશોધન દર્શાવે છે કે, આ આંકડાઓ નીચે આવી રહ્યા છે કારણ કે દર્દીઓમાં કોરોના વાયરસનાં લક્ષણોમાં ખૂબ વિલંબ બાદ જોવા મળી રહ્યો છે. લોકોને એ પણ ખબર નથી હોતી કે તેમને ચેપ લાગ્યો છે અને તેથી જ આવા લોકોની તપાસ કરવામાં આવતી નથી. આ સાથે, દરેક દેશમાં કોરોના વાયરસની તપાસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. શરૂઆતમાં ભારતમાં જ નહી પણ સમગ્ર વિશ્વનાં દેશોમાં પણ તે લોકોનાં જ ટેસ્ટ કરવામાં આવ્યા, જે વિદેશથી પરત આવ્યા હતા.

આ સાથે, સંશોધનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે લોકડાઉન પહેલાં ભારતમાં ચેપગ્રસ્ત દર્દીઓનો રેસિયો 4 હતો. પરંતુ હવે તે ઘટીને 3 પર આવી ગયો છે. એટલે કે, પ્રત્યેક દર્દીથી સરેરાશ 3 દર્દીઓ સંક્રમિત થઇ રહ્યા છે. રોગનાં ફેલાવાને રોકવા માટે, ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 1 ની નીચે આવે તે જરૂરી છે. હાલમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા દરરોજ વધી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.