Not Set/ રોહિત શર્માએ યુઝવેન્દ્ર ચહલનાં ફોટો પર કરી કોમેન્ટ, કહ્યુ- કપડાની અંદર તુ છે કે કપડા તારી અંદર

મેદાનની અંદર અને બહાર રોહિત શર્મા અને યજુવેન્દ્ર ચહલ વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળે છે, પરંતુ જ્યારે પણ તેમને તક મળે છે ત્યારે આ બંને ખેલાડીઓ એક બીજાના પગ ખેંચવામાં પાછા નથી પડતા. રોહિત ઘણી વાર ચહલનાં શરીરને લઇને મજાક કરે છે, જ્યારે ચહલ રોહિતની પોસ્ટ પર જઇને મજેદાર ટિપ્પણીઓ કરે છે. આ રીતે, આ […]

Uncategorized

મેદાનની અંદર અને બહાર રોહિત શર્મા અને યજુવેન્દ્ર ચહલ વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ જોવા મળે છે, પરંતુ જ્યારે પણ તેમને તક મળે છે ત્યારે આ બંને ખેલાડીઓ એક બીજાના પગ ખેંચવામાં પાછા નથી પડતા. રોહિત ઘણી વાર ચહલનાં શરીરને લઇને મજાક કરે છે, જ્યારે ચહલ રોહિતની પોસ્ટ પર જઇને મજેદાર ટિપ્પણીઓ કરે છે. આ રીતે, આ બંને ખેલાડીઓ એકબીજાની મજાક ઉડાવી રહ્યા છે. આવી સ્થિતિમાં જ્યારે ચહલે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોતાનો એક ફોટો શેર કર્યો હતો ત્યારે રોહિત શર્માએ તેને ટ્રોલ કરી એક મજેદાર કોમેન્ટ કરી હતી.

રોહિત શર્માએ એક વાર ફરી ચહલને ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવા બદલ ટ્રોલ કર્યો. જણાવી દઇએ કે, આ ફોટામાં ચહલે લૂઝ ટી-શર્ટ પહેરી છે. આ જોઈને રોહિતે કોમેન્ટ કરી કે, “કપડાંની અંદર તુ છે કે કપડા તારી અંદર છે.” દિલ્હી કેપિટલ્સનાં ઓલ રાઉન્ડર હર્ષલ પટેલે જોયું કે રોહિત કેવી રીતે ચહલને ટ્રોલ કરી રહ્યો છે. તેના જવાબમાં તેણે હસતાં ઇમોજી પણ પોસ્ટ કર્યુ છે.

આપને જણાવી દઇએ કે, લોકડાઉનનાં કારણે અન્ય ક્રિકેટરોની જેમ યુઝવેન્દ્ર ચહલ પણ સોશિયલ મીડિયા પર સક્રિય છે. તેણે ઘણી હસ્તીઓ સાથે ઈન્સ્ટાગ્રામ પર લાઇવ સેશન કર્યું છે. આ સાથે ચહલ સતત અન્ય લોકોનાં લાઇવ સેશનમાં પણ કોમેન્ટ કરતા રહે છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને બીજા ઘણા ક્રિકેટરોએ તેમની આ ટેવ વિશે આ પહેલા પણ મજાક ઉડાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.