Not Set/ લીમડી/ મહિલા અને યુવક પર 4 અજાણ્યા શખ્સોએ કર્યો જીવલેણ હુમલો

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લીબડી વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઇ ચુકી છે ત્યા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. લીંબડીમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા મહિલા અને યુવક પર હુમલો કરવાની ઘટના સામે અવી છે. મળતી માહિતી અનુસાર, લીંબડી તાલુકાના ભલગામડા ગેઈટ પાસે આવેલ પટેલ શેરીમાં મોડી રાત્રે મહિલા […]

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના લીબડી વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઇ ચુકી છે ત્યા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. લીંબડીમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા મહિલા અને યુવક પર હુમલો કરવાની ઘટના સામે અવી છે.

મળતી માહિતી અનુસાર, લીંબડી તાલુકાના ભલગામડા ગેઈટ પાસે આવેલ પટેલ શેરીમાં મોડી રાત્રે મહિલા અને યુવક ઉપર ચાર શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો ત્યારે મહિલાને યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

આ પણ વાંચો : ઉત્તર પ્રદેશ/ ગોંડામાં ત્રણ દલિત સગીર બહેનો પર એસિડ એટેક, એકની હાલત ગંભીર

હાલ લીંબડીમા અવાર-નવાર મારામારીના બનાવો બનતા હોય છે ત્યારે ગત મોડી રાત્રે ભલગામડા ગેઈટ પાસે આવેલ પટેલ શેરીમાં પાડોશી સાથે બબાલ થઈ જવા પામી હતી ત્યારે અન્ય ચાર શખ્સોએ એક મહિલા ઉપર બથોડ વસ્તુથી માર મારવામાં આવ્યો હતો ત્યારે આ મહિલા અને યુવક ને ઈજા પહોંચતા તાત્કાલિક અસરથી લીંબડી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે માસમટનના વ્યાપાર બાબતે આ ઈજાગ્રસ્ત મહિલા અને તેના પતિ દ્વારા આ ધંધો બંધ કરવા કહેતા ઝગડો થયો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આ બાબતે લીંબડી પોલીસને જાણ થતાં લીંબડી પોલીસે ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ