Not Set/ #લોકડાઉન/ પંજાબનાં પટિયાલામાં નિહંગોએ કાપ્યો ASI નો હાથ, 7 લોકોની કરાઇ ધરપકડ

પંજાબનાં પટિયાલા જિલ્લામાં રવિવારે લોકોનાં ટોળાએ કથિત રીતે હુમલો કરી અને પોલીસ કર્મચારીનો હાથ કાપી નાખ્યો હતો, જ્યારે અન્ય બે પોલીસકર્મીઓને ઈજા પહોંચાડી હતી. પોલીસે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચાર-પાંચ ‘નિહંગો’નું એક ટોળુ વાહનમાં મુસાફરી કરી રહ્યું હતું અને મંડી બોર્ડનાં અધિકારીઓએ તેમને સવારે 6.15 વાગ્યે શાકભાજીની નજીક રોકાવાનું કહ્યું, ત્યારે […]

India

પંજાબનાં પટિયાલા જિલ્લામાં રવિવારે લોકોનાં ટોળાએ કથિત રીતે હુમલો કરી અને પોલીસ કર્મચારીનો હાથ કાપી નાખ્યો હતો, જ્યારે અન્ય બે પોલીસકર્મીઓને ઈજા પહોંચાડી હતી. પોલીસે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચાર-પાંચ ‘નિહંગો’નું એક ટોળુ વાહનમાં મુસાફરી કરી રહ્યું હતું અને મંડી બોર્ડનાં અધિકારીઓએ તેમને સવારે 6.15 વાગ્યે શાકભાજીની નજીક રોકાવાનું કહ્યું, ત્યારે તેઓએ આ હિંસક ઘટનાને અંજામ આપ્યો.

પટિયાલાનાં વરિષ્ઠ પોલીસ અધિક્ષક મનદીપ સિંહ સિદ્ધુએ જણાવ્યું હતું કે, “તેમને (કર્ફ્યુ) પાસ બતાવવા કહેવામાં આવ્યોં હતો, પરંતુ તેમણે પોતાની ગાડીથી દરવાજા અને ત્યા મુકવામાં આવેલા બ્લોકરોને પોતાની ગાડીથી ટક્કર મારી હતી.” તેમણે કહ્યું કે ત્યારબાદ, આ લોકોએ ફરજ પર રહેલા પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું, ‘સહાયક સબ ઈન્સ્પેક્ટર (એએસઆઈ) નો હાથ તલવારથી કાપી નાખ્યો હતો. પટિયાલા સદર પોલીસ સ્ટેશનનાં પ્રભારીની કોણીમાં ઈજા થઈ છે, જ્યારે બીજા પોલીસ અધિકારીનાં હાથને પણ આ હુમલામાં ઈજાઓ પહોંચી છે.

એએસઆઈને રાજેન્દ્ર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને પીજીઆઈએમઆઈઆર ચંદીગઢ રિફર કરાયા હતા. એસએસપીએ જણાવ્યું હતું કે, હુમલો થયા બાદ નિહંગ સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. તેમની ધરપકડ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ ઘટના ત્યારે બની છે જ્યારે રાજ્યમાં કોરોના વાયરસનામ પ્રકોપને ધ્યાનમાં રાખીને નિયંત્રણો અમલમાં છે. અગાઉ, પંજાબનાં ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજીપી) દિનકર ગુપ્તાએ કહ્યું હતું કે, ‘આજે સવારે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં નિહંગાનાં ટોળાએ પટિયાલાની સબઝી મંડી ખાતે કેટલાક પોલીસ અધિકારીઓ અને મંડી બોર્ડનાં અધિકારીને ઈજા પહોંચાડી હતી. હરજીતસિંઘ, જેનો હાથ કાપવામાં આવ્યો છે, તેને પીજીઆઈ, ચંદીગઢમાં દાખલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.