Not Set/ #લોકડાઉન/ PM મોદી વિરુદ્ધ કેટલાક અસામાજીક તત્વોએ કરી અભદ્ર ટિપ્પણી અને પછી…

આજે કોરોના વાયરસનાં કારણે દેશભરમાં લોકડાઉન છે. ત્યારે દરેક કોરોના વાયરસ વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યા છે. બીજ તરફ ઘણા એવા પણ છે કે આ સમયે પણ પોતાની હરકતોને સુધારી શકતા નથી. જણાવી દઇએ કે, સોશિયલ મીડિયાનાં માધ્યમથી કેટલાક અસામાજિક તત્વો ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથ પર અશ્લીલ ટિપ્પણીઓ કરી રહ્યા છે. […]

India

આજે કોરોના વાયરસનાં કારણે દેશભરમાં લોકડાઉન છે. ત્યારે દરેક કોરોના વાયરસ વિરુદ્ધ યુદ્ધ લડી રહ્યા છે. બીજ તરફ ઘણા એવા પણ છે કે આ સમયે પણ પોતાની હરકતોને સુધારી શકતા નથી. જણાવી દઇએ કે, સોશિયલ મીડિયાનાં માધ્યમથી કેટલાક અસામાજિક તત્વો ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથ પર અશ્લીલ ટિપ્પણીઓ કરી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે, આવો જ એક કિસ્સો યુપીનાં પીલીભીત જિલ્લામાં જોવા મળ્યો હતો. જ્યાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ફેસબુક અને વોટ્સએપ સ્ટેટ્સ પર પીએમ અને સીએમ પર અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે. વળી જ્યારે સ્થાનિક રહીશો દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી, ત્યારે આ કેસનો રિપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં ન આવ્યો. આ કેસમાં બે દિવસ પછી પણ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહી, જ્યારે આ મામલો મીડિયામાં આવ્યો ત્યારે કોતવાલ પાસેથી માહિતી લેવામાં આવી હતી, ત્યારબાદ પ્રાપ્ત માહિતી અનુસાર કોતવાલને આ મામલે હજી સુધી કોઈ માહિતી નહોતી. જણાવવામાં આવ્યું કે, જાણકારી મળશે ત્યારે કાર્યવાહી કરવામાં આવશે.

આપને જણાવી દઇએ કે, જહાનાબાદનાં વિસ્તારનાં કસ્બાનો છે. જ્યાં બે દિવસ પહેલા નગરનાં બે યુવકોએ ફેસબુક અને વોટ્સએપ સ્ટેટસ ઉપર વડા પ્રધાન નરેન્દ્રમોદી પર અભદ્ર ટિપ્પણી કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં જ પીએમ મોદીએ દેશની જનતાને રાત્રે 9 વાગ્યાથી 9 મિનિટ સુધી દીવો સળગાવવાં જણાવ્યું હતું. જેના પર દેશની જનતાએ એકતા બતાવતા 9 વાગ્યાથી 9 મિનિટ સુધી મોબાઈલની ફ્લેશલાઈટ અને મીણબત્તીઓ લગાવીને એકતાનો સંદેશો આપ્યો હતો.

જેના પર નગરના કેટલાક અસામાજિક તત્વોએ અભદ્ર ટિપ્પણી કરી હતી. આ કેસમાં જ્યારે લેખિત ફરિયાદ પોલીસ સ્ટેશનમાં ગઈ હતી, પરંતુ બે દિવસ બાદ પણ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપરથી ફરિયાદીને પોલીસ સ્ટેશનથી ભગાડી દેવાયો હતો. વળી, જ્યારે આ લોકડાઉનનાં સમયે સમગ્ર દેશમાં કોરોના વાયરસનાં રોગનો સામનો કરી રહ્યો છે. સતત આ મહામારીથી લડી રહ્યો છે ત્યા તંત્ર પણ આ મહામારીથી લડાવામાં મદદ કરી રહ્યુ છે. વળી સોશિયલ મીડિયા પર આવા અસામાજીક તત્વોની ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.