વિશ્વમાં ફેલાયેલી મહામારીથી કેવી રીતે બચી શકાય અને તેને કેવી રીતે હરાવી શકાય તે માટે કેન્દ્રની સરકાર કાર્યરત છે, ત્યારે આજે અલગ-અલગ રાજ્યોનાં મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરંન્સિગ કરી વડા પ્રધાન મોદીએ દેશમાં ચાલી રહેલા લોકડાઉનને આગળ વધારવો કે કેમ તે અંગે વિશેષ ચર્ચા કરી. આપને જણાવી દઇએ કે, 14 એપ્રિલનાં રોજ લોકડાઉનની મુદ્દત પૂરી થઇ રહી છે, ત્યારે વડા પ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી દેશનાં તમામ મુખ્યમંત્રીઓ સાથે એક સંવાદ શરૂ કર્યો છે. આ વીડિયો કોન્ફરન્સિંગની ખાસ વાત એ રહી છે કે આ દરમિયાન PM મોદીએ દેશને શીખ આપતા પોતે માસ્ક પહેરતા જોવા મળી રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી. જેમા કોરોના વાયરસનાં કારણે લોકડાઉન આગળ વધારવું કે નહી તેની ચર્ચા કરવામાં આવી. શનિવારે કોરોના સંકટ વચ્ચે, જ્યારે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે મુલાકાત કરી, ત્યારે આ દરમિયાન એક વાતએ બધાનું ધ્યાન ખેંચ્યું. આ બેઠક દરમિયાન વડા પ્રધાનથી લઇને તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીઓનાં ચહેરા પર માસ્ક જોવા મળ્યા હતા. માત્ર પીએમ મોદી જ નહીં, તેમના સિવાય રાજ્યોનાં તમામ મુખ્યમંત્રીઓ પણ બધાના ચહેરા પર માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. અત્રે નોંધનીય છે કે પીએમ મોદીનો માસ્ક જાણે કે ગમછાથી બનેલો લાગી રહ્યો છે. જણાવી દઇએ કે, માસ્ક પહેરવાથી ચેપનું જોખમ ઓછું થાય છે.
Delhi: Prime Minister Narendra Modi holds a meeting via video-conferencing with the Chief Ministers over #COVID19. pic.twitter.com/yd6mdCzukr
— ANI (@ANI) April 11, 2020
આ મીટિંગમાં લોકડાઉન વધારવું કે નહી ઉપરાંત રાજ્યોમાં વધી રહેલા કેસ પર પણ ચર્ચા કરવામાં આવશે, ખાસ કરીને આપણા દેશનાં મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાથી સૌથી વધુ પીડાઇ રહેલુ રાજ્ય છે. જ્યા 1,276 દર્દીઓ પોઝિટીવ હોવાનુ સામે આવી રહ્યુ છે. ત્યારે આ મુદ્દો પણ ચર્ચાનો એક ભાગ રહેશે. જણાવી દઈએ કે, ભારતમાં કોવીડ-19 થી અત્યાર સુધીમાં 239 લોકોની મોત થઇ ચુકી છે અને કોરોના ચેપનાં 7,447 કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે શનિવારે જારી કરેલા છેલ્લા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કુલ 1035 નવા કેસ સામે આવ્યા છે અને 40 લોકોનાં મોત નીપજ્યાં છે. 24 કલાકમાં અત્યાર સુધીમાં આ સૌથી વધુ કેસો અને મૃત્યુની સંખ્યા છે. જો કે, થોડી રાહત છે કે આ રોગથી અત્યાર સુધીમાં 643 લોકો ઠીક થયા છે.
વધુ જાણકારી માટે જુઓ મંતવ્ય ન્યૂઝ…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
