Not Set/ લો બોલો, હવે WHO એ કરી આ એક મોટી ભૂલ, લદ્દાખને બતાવ્યું બેજિંગની સરહદમાં

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે પહેલેથી જ કોરોના વાયરસનાં રોગચાળામાં નિષ્ફળ ગયુ છે, તેણે ફરીથી એક એવુ કાર્ય કર્યુ છે જેનાથી ભારત નારાજ થઇ શકે છે. WHO નાં નકશામાં, લદ્દાખને હવે ચીનનાં ભાગ રૂપે બતાવવામાં આવ્યો છે. WHO ને પહેલાથી જ ચીનનું સમર્થન કરવાના આક્ષેપોનો સામનો કરવો પડી રહ્યો છે અને હવે આ નવા કાર્ય બાદ […]

World

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે પહેલેથી જ કોરોના વાયરસનાં રોગચાળામાં નિષ્ફળ ગયુ છે, તેણે ફરીથી એક એવુ કાર્ય કર્યુ છે જેનાથી ભારત નારાજ થઇ શકે છે. WHO નાં નકશામાં, લદ્દાખને હવે ચીનનાં ભાગ રૂપે બતાવવામાં આવ્યો છે. WHO ને પહેલાથી જ ચીનનું સમર્થન કરવાના આક્ષેપોનો સામનો કરવો પડી રહ્યો છે અને હવે આ નવા કાર્ય બાદ ભારત દ્વારા પણ તેનો વિરોધ કરવામાં આવી શકે છે, તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

WHO દ્વારા નકશાને તેની વેબસાઇટ પર બતાવવામાં આવ્યો છે કે જેમા સીમાઓને ખોટી રીતે રજૂ કરવામા આવી છે. લદ્દાખનો કેટલોક હિસ્સો જેના પર ચાઇના એટલે કે અક્સાઇ ચિનનો કબજો છે, તેને WHO એ ચીનની સરહદ હેઠળ જાહેર કર્યો છે. લદાખ એક અલગ રંગમાં પ્રદર્શિત થાય છે. માત્ર લદ્દાખ જ નહીં જમ્મુ-કાશ્મીર પણ એક અલગ જ રંગમાં બતાવવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરનાં કેટલાક ભાગોને પીઓકેમાં બતાવવામાં આવ્યુ છે અને તે નકશામાં વિવાદિત ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન) નાં ઘણા નકશામાં, જમ્મુ-કાશ્મીરને વિવાદિત ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. પરંતુ સંભવત: આ પહેલી વાર છે જ્યારે લદ્દાખને વિવાદિત સીમા તરીકે દર્શાવવામાં આવી હોય.

ચીનમાં ભારતનાં ભૂતપૂર્વ રાજદૂત તરીકે નિયુક્ત ગૌતમ બંબાવાલેએ ઇકોનોમિક ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, WHO દ્વારા પ્રદર્શિત ભારતનો નકશો જમ્મુ-કાશ્મીરને ભારતનો ભાગ બતાવતો નથી અને તે પોતે જ યુએનનાં ધોરણોની વિરુદ્ધ છે.‘ તે કહે છે કે WHO નકશો એકદમ આશ્ચર્યજનક છે. પાકિસ્તાને વર્ષ 1960 માં પીઓકેનો એક ભાગ ચીનને વેચી દીધો હતો. ચીને લદ્દાખનાં લગભગ 37,000 ચોરસ ફૂટ ક્ષેત્ર પર કબજો કર્યો છે. લદ્દાખની સરહદ ચીનનાં ઝિનજિયાંગ પ્રાંતની બાજુમાં છે. આ મહિનાની શરૂઆતમાં, ચીને અરુણાચલ પ્રદેશને તેની સીમાની અંદર બતાવ્યું હતું.

અરુણાચલ પ્રદેશ પર ચીનનાં આ નવા નકશાનું અપડેટ વર્ઝન સ્કાઈ મેપ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. સ્કાઈ મેપ એ ચીનની ઓથોરિટી છે જે ડિજિટલ મેપ્સ ઉત્પન્ન કરે છે. તેના વતી નવો નકશો તૈયાર કરવામાં આવ્યો છે. સ્કાઈ મેપ બેઇજિંગ સ્થિત રાષ્ટ્રીય સર્વેક્ષણ અને મેપિંગ ભૌગોલિક માહિતી બ્યુરો દ્વારા સંચાલિત છે અરુણાચલ પ્રદેશ, જે ભારતનાં ઉત્તર પૂર્વમાં છે, તિબેટની જોડે છે. તિબેટ 1913-15 સુધી બ્રિટીશ શાસન હેઠળ હતું. પછી જ્યારે 1938 માં મેકમોહન લાઇન નક્કી કરવામાં આવી ત્યારે ભારત અને તિબેટ અલગ થઈ ગયા હતા. 1951 માં ચીને તિબેટ પર કબ્જો કર્યો. તે આજે પણ અરુણાચલ પ્રદેશને તિબેટનો ભાગ માને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.