Not Set/ વડોદરાઃ ધાબા પર હોમવર્ક કરી રહેલી સગીરા સાથે બે પિતરાઇ ભાઇઓએ ગુજાર્યો બળાત્કર

વડોદરાઃ 13 વર્ષની સગીરા જ્યારે પોતાના ઘરે ધાબા ઉપર ઓરડીમાં અભ્યાસ કરી રહેલી હતી ત્યારે ર પાડોસમાં રહેત બે પિતરાઇ ભાઇઓએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. હાલ સગીરા સારવાર હેઠળ છે. જ્યારે પોલીસે આરોપીઓની શોધખોળ આરંભી છે. પ્રાપ્ત વિગત અનુસાર મકરપુરા એસ.ટી. ડેપો પાછળ આવેલ શિવશક્તિ નગરમાં પરિવાર સાથે રહેતી 13 વર્ષની સગીરા મકરપુરા વિસ્તારમાં આવેલી હિન્દી […]

Uncategorized

વડોદરાઃ 13 વર્ષની સગીરા જ્યારે પોતાના ઘરે ધાબા ઉપર ઓરડીમાં અભ્યાસ કરી રહેલી હતી ત્યારે ર પાડોસમાં રહેત બે પિતરાઇ ભાઇઓએ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. હાલ સગીરા સારવાર હેઠળ છે. જ્યારે પોલીસે આરોપીઓની શોધખોળ આરંભી છે.

પ્રાપ્ત વિગત અનુસાર મકરપુરા એસ.ટી. ડેપો પાછળ આવેલ શિવશક્તિ નગરમાં પરિવાર સાથે રહેતી 13 વર્ષની સગીરા મકરપુરા વિસ્તારમાં આવેલી હિન્દી વિદ્યાલયમાં ધોરણ-8માં અભ્યાસ કરે છે. સોમવારે સાંજે કિશોરી પોતાના મકાનના ધાબા ઉપર પતરાંની બનાવેલી ઓરડીમાં પલંગ ઉપર બેસીને સ્કૂલમાંથી આપેલું હોમવર્ક કરી રહી હતી. દરમિયાન તેના પાડોશમાં રહેતા અને છૂટક નોકરી કરતા 19 વર્ષિય મનિષ પ્રતાપભાઇ યાદવ અને તેના પિતાના બનેવીનો પુત્ર રાજેશ હરેન્દ્રભાઇ યાદવ પોતાના મકાનના ટેરેસ દ્વારા સગીરાના  ટેરેસમાં પહોંચી ગયા હતા.

ઓરડીમાં પલંગ પર બેસીને અભ્યાસ કરી રહેલી કિશોરી કંઇ વિચારે તે પહેલાં મનિષ અને રાજેશ ઓરડીમાં ઘૂસી જઇ સગીરાનું મોંઢુ દબાવી દીધું હતું. અને તેના ઉપર બંને હવસખોર યુવાનોએ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ પોતાનો બચાવવા માટે ભારે ધમપછાડા પણ કર્યા હતા. પરંતુ, હવસખોરોએ  તેને બક્ષી ન હતી અને પોતાની હવસ પૂરી કરી હતી.

ધાબા ઉપરથી અવાજ આવતા રસોઇ બનાવી રહેલી સગીરાની માતા  તુરતજ રસોઇ બનાવવાનું પડતું મૂકી ધાબા ઉપર દોડી ગઇ હતી. પરંતુ, માતા ઓરડી સુધી પહોંચે તે પહેલાં હવસખોર મનિષ યાદવ અને રાજેશ યાદવ નાસી છૂટ્યા હતા.

પોલીસે હાલ બન્ને યુવકો સામે દુષ્કર્મનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. જ્યારે પીડિતાને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવા માં આવી  છે.