Not Set/ વડોદરા/ લોકોના સહયોગથી તંત્ર કોરોના સામે લડાઇ લડી રહ્યું છે : અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર

રાજ્યમાં કોરોના વાઈરસનો ભરડો મજબુત બની રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટીવ સંખ્યા ૭૦૦૦ ને પર્ર કરી ચુકી છે. રાજ્યના અધિક્મુખ્ય સચિવ પંકજ કુમાર વડોદરાની મુલાકાતે પહોચ્યા હતા. જ્યાં તેમને સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. અને સ્થાનીય લેવલે લેવામાં આવેલા પગલાં,વ્યૂહરચના ની વિગતો જાણી  હતી. અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું કે વડોદરામાં લોકોના […]

Gujarat Vadodara

રાજ્યમાં કોરોના વાઈરસનો ભરડો મજબુત બની રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટીવ સંખ્યા ૭૦૦૦ ને પર્ર કરી ચુકી છે. રાજ્યના અધિક્મુખ્ય સચિવ પંકજ કુમાર વડોદરાની મુલાકાતે પહોચ્યા હતા. જ્યાં તેમને સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. અને સ્થાનીય લેવલે લેવામાં આવેલા પગલાં,વ્યૂહરચના ની વિગતો જાણી  હતી.

અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું કે વડોદરામાં લોકોના સહયોગથી તંત્ર કોરોના સામે લડાઇ લડી રહ્યું છે. લોકોએ વિસ્તાર અને પરિસ્થિતિ પ્રમાણે જુદી જુદી વ્યૂહરચના અપનાવી છે જે સારી બાબત છે.

વડોદરામાં સરવેલન્સ ખૂબ અગત્યનું છે જેથી વડોદરા મહાનગર પાલિકાએ તેના ભાગરૂપે શાકભાજી વિક્રેતાઓના સેમ્પલ લેવાનો પ્રારંભ કર્યો છે જે ખૂબ સારી બાબત છે સાથેજ વડોદરા શહેરમાં આયુર્વેદિક ઉકાળો અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

હું લોકોને સૂચવ્યા પ્રમાણે એનું સેવન કરવાનો અનુરોધ કરું છું. તેઓએ વધુમા કહ્યું કે સ્થાનિક અધિકારીઓ સાથે લેવામાં આવેલા પગલાં અને વ્યૂહરચનાની વિગતો જાણી રાજ્ય સ્તરેથી યોગ્ય માર્ગદર્શન સૂચન કરવામાં આવશે.

વડોદરા ખાતે કોરોના વાયરસના કુલ પોઝિટિવ દર્દીનો આંક 477 પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 32 પર પહોંચ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.