Not Set/ વડોદરા/  સાવલી GIDCમાં આવેલી બોમ્બાર્ડિયાર કંપનીમાં જમ્યા બાદ સાત ઈસમો ને રીએકશન આવ્યું

વડોદરા જિલ્લાના સાવલીના મંજુસર જીઆઇડીસીમાં આવેલી બોમ્બાર્ડિયાર કંપનીમાં આજે જમ્યા બાદ 7 જેટલા કર્મચારીઓને ફુડ પોઇઝનિંગ થયું છે. અનેક કર્મચારીઓને જમ્યા બાદ ગળામાં દુખાવો, પેટમાં બળતરા, માથામાં દુખાવો,ઉલટી અને ઉબકા જેવી ફરિયાદો કરી હતી. ત્યારબાદ કંપનીના ડોક્ટરને તાત્કાલિક બોલાવી પ્રાથમિક સારવાર અપાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તો 5 જેટલા કર્મચારીઓની સ્થિતિ ગંભીર જણાતા તેને વડોદરાની […]

Gujarat Vadodara

વડોદરા જિલ્લાના સાવલીના મંજુસર જીઆઇડીસીમાં આવેલી બોમ્બાર્ડિયાર કંપનીમાં આજે જમ્યા બાદ 7 જેટલા કર્મચારીઓને ફુડ પોઇઝનિંગ થયું છે. અનેક કર્મચારીઓને જમ્યા બાદ ગળામાં દુખાવો, પેટમાં બળતરા, માથામાં દુખાવો,ઉલટી અને ઉબકા જેવી ફરિયાદો કરી હતી. ત્યારબાદ કંપનીના ડોક્ટરને તાત્કાલિક બોલાવી પ્રાથમિક સારવાર અપાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

તો 5 જેટલા કર્મચારીઓની સ્થિતિ ગંભીર જણાતા તેને વડોદરાની શ્રીજી હોસ્પિટલ દાખલ કરાયા  આમ અચાનક ફૂડ પોઇઝનિંગ થતાં કંપનીમાં પણ અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ આરોગ્ય વિભાગ ને થતા ટૂંડાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની ટિમ કંપની ખાતે પહોંચીહતી.  સાવલી પોલીસ પણ કંપની ખાતે પહોંચી હતી. જાણવા મળ્યા પ્રમાણે તમામની તબીયત સામાન્ય છે કંપની સત્તાવાળાઓ એ આ ઘટના અંગે કઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.