કોરોનાનાં કહેર વચ્ચે લોકોને એક ખુશી IPL શરૂ થયા બાદ થઇ હોય તેવુ તમે ઘણી જગ્યાએ સાંભળ્યુ હશે. જો કે IPL ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ થયા બાદ સટ્ટોડિયાઓ પણ સક્રિયા થઇ ગયા છે. મળી રહેલા સમાચાર મુજબ વડોદરામાં IPL ની મેચ પર સટ્ટો રમતા અમુક નબીરાઓ પોલીસનાં હથ્થે ચઢ્યા છે.
બુધવારે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઇ રહી હતી, જે દરમિયાન વડોદરાનાં તાંદલજાનાં મહાબલીપુરમ ખાતે અમુક નબીરાઓ સટ્ટો રમી રહ્યા હતા. જ્યા પોલીસે અચાનક દરોડો પાડી સટ્ટોડિયાઓને ચોંકાવી દીધા હતા. અહી ત્રણ શખ્સ ઓનલાઇન સટ્ટો રમતા પોલીસનાં હથ્થે ચઢી ગયા હતા, પોલીસે તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મળી રહેલી માહિતી અનુસાર સટ્ટોડિયાઓ પાસેથી અંદાજે 37 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
