Not Set/ વધુ એક મહિલા બની હેવાનિયતનો ભોગ, પુત્રની હત્યા બાદ મહિલા સાથે ગેંગરેપ

બિહારની રાજધાની પટના નજીક બક્સરમાં મહિલા સાથે હેવાનિયત અને તેના નિર્દોષ બાળકની હત્યા કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બક્સર જિલ્લાના એક ગામમાં એક મહિલા તેના પાંચ વર્ષના પુત્ર સાથે મુરાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી બેંકમાં પૈસા જમા કરવા જઇ રહી હતી. આ દરમિયાન સૂમસામ જગ્યા યુવકોએ મહિલાને ઘેરી લીધી હતી, બદમાશ યુવકોએ મહિલાના માસૂમ પુત્રની […]

Uncategorized

બિહારની રાજધાની પટના નજીક બક્સરમાં મહિલા સાથે હેવાનિયત અને તેના નિર્દોષ બાળકની હત્યા કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બક્સર જિલ્લાના એક ગામમાં એક મહિલા તેના પાંચ વર્ષના પુત્ર સાથે મુરાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી બેંકમાં પૈસા જમા કરવા જઇ રહી હતી. આ દરમિયાન સૂમસામ જગ્યા યુવકોએ મહિલાને ઘેરી લીધી હતી, બદમાશ યુવકોએ મહિલાના માસૂમ પુત્રની હત્યા કર્યા બાદ લાશને નહેરમાં ફેંકી દીધી હતી. ત્યારબાદ મહિલાને બંધક બનાવીને તેની સાથે હેવાનિયતની ઘટનાને અંજામ આપ્યો હતો.

ગેંગરેપ બાદ આરોપીએ મહિલાને ઈજા પહોંચાડી હતી અને તેને પણ કેનાલમાં ફેંકી દીધી હતી.આ મામલે પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ શનિવારે મહિલા પોતાના પુત્ર સાથે બેંકમાં જઇ રહી હતી. દરમિયાન આરોપીઓએ મહિલા અને તેના પુત્રને રસ્તામાં ઘેરી લીધા હતા. વિરોધ કરવા બદલ આરોપીએ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો અને નિર્દોષ પુત્રનું ગળું દબાવ્યું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ બંનેને કેનાલમાં ફેંકી દીધા હતા.ત્યાંથી ફરાર થઇ ગયા હતા. મુસાફરોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે મહિલા બેભાન અવસ્થામાં મળી હતી.

પીડિતાની ફરિયાદના આધારે પોલીસે બે નામના અને પાંચ અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધી છે. પોલીસે જણાવ્યું કે એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. મહિલાને સારવાર માટે બક્સરની સદર હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.

પીડિત મહિલાના પિતાએ જણાવ્યું હતું કે, તેમની દીકરી તેના 5 વર્ષના બાળક સાથે બેંક માટે નીકળી હતી, પરંતુ 11 વાગ્યા બાદ તેનો મોબાઇલ બંધ થઈ ગયો. તેમણે કહ્યું કે સવારે નદીમાં દીકરી સાથે તેનો બાળક પણ મળી આવ્યો હતો. મહિલાને તો બચાવી લેવામાં આવી, પરંતુ બાળકનું મોત થઈ ગયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ