બોલિવૂડ એક્ટર રિષિ કપૂરની અચાનક તબિયત ખરાબ થયા બાદ તેમને દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર મળતાની સાથે જ રણબીર કપૂર તેના પિતાને મળવા પહોંચ્યો હતો. આલિયા ભટ્ટ પણ તેમની સાથે જોવા મળી હતી.
એક અહેવાલ મુજબ, રિષિ કપૂરની તબિયત પાછળનું કારણ બહાર આવ્યું નથી. અભિનેતાની તબિયતને લઈને ત્યારથી જ ચર્ચા થઇ રહી છે જ્યારથી અરમાન જૈનના મહેંદી સમારોહમાં નીતુ કપૂર, રણબીર અને આલિયાને શામેલ કરવામાં આવ્યા નહતા, જ્યારે કરિશ્મા કપૂર, શ્વેતા બચ્ચન, તારા સુતરિયા અને બોની કપૂર સહિતના ઘણાં બોલિવૂડ હસ્તીઓ પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપી હતી.
https://www.instagram.com/p/BvEckWQHly4/?utm_source=ig_embed
સમાચારોનું માનવામાં આવે તો, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અરમાનની પ્રી-વેડિંગ સમારોહમાં પરફોર્મ કરવા જઇ રહ્યા હતા, પરંતુ રિષિ કપૂરની તબિયત લથડતી હોવાને કારણે તેઓ તેમાં સામેલ થઈ શક્યા નહીં.
https://www.instagram.com/p/BqiKlgbHrDq/?utm_source=ig_embed
નોંધપાત્ર વાત એ છે કે રિષિ કપૂર કેટલાક મહિના પહેલા કેન્સરની સારવાર લઈ ભારત પાછા આવ્યા હતા. ન્યૂયોર્કમાં દાખલ થતાં તેમને મળવા માટે બોલિવૂડની અનેક હસ્તીઓ પણ હોસ્પિટલમાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
