જેની લાંબા સમયથી પ્રતિક્ષા હતી તે જ્હોન અબ્રાહમની ફિલ્મ રોનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. રો એટલે કે રોમિયો અકબર, વોલ્ટર જાસૂસી થ્રીલર ફિલ્મ છે. જે તેના ટ્રેલર પરથી સમજાય છે. રોબી ગ્રેવાલના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ રોમાં મૌની રોય પણ જોવા મળી રહી છે. જ્યારે જ્હોન અબ્રાહમ જાસૂસની મહત્વની ભૂમિકા ભજવી રહયો છે. સોશ્યિલ મીડિયામાં ટ્રેલરને ખૂબ સરસ પ્રતિભાવ મળ્યા છે.
રોનું ટ્રેલર જોઈને લોકો ખતરનાક, જબરદસ્ત, મસ્ટ વોચ, પાવરફુલ, શાનદાર જેવી કમેન્ટ કરી રહ્યા છે. જ્હોનના જોરદાર એક્શન અને ફિલ્મનો બેઝ જોઇ લોકોએ ફિલ્મ જોવાની આતુરતા વ્યક્ત કરી છે. રો મૂવિ 5 એપ્રિલના રોજ રીલીઝ થઈ રહી છે. ફિલ્મમાં સુચિત્રા કૃષ્ણમૂર્તિ, જેકી શ્રોફ, અને સિંકદર ખેર પણ જોવા મળે છે.
જ્હોન અબ્રાહમે શિવરાત્રિના પવિત્ર દિવસે धर्मो रक्षति रक्षितः લખીને આ ટ્રેલર લોન્ચ કર્યું છે.
धर्मो रक्षति रक्षितः
His dharma was to protect his nation against all evils and enemies. Here’s presenting the trailer of ‘Romeo. Akbar. Walter’. In cinemas on 5th April. #RAWTrailerhttps://t.co/U9k3PpkcON
— John Abraham (@TheJohnAbraham) March 4, 2019
