અભિનેત્રી કેટ શર્મા દ્વારા ફિલ્મનિર્માતા સુભાષ ઘઈ પર લાગેલ જાતીય આરોપોમાં ક્લીન ચીટ મળી છે. જોકે, હવે ડીસીસી પરમજીત દહિયાએ જણાવ્યું કે સુભાષ ઘઈને ક્લીન ચીટ મળી નથી, પરંતુ કેટ શર્માએપોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી છે.
મળતી માહિતી પ્રમાણે કેટે પોલીસને લખીને આપ્યું છે કે તેની ફરિયાદ પાછી ખેંચી લેવી છે.કેટની આ અરજી પછી સુભાષ ઘાઈને રાહત મળી શકે છે. ડીસીપી અનુસાર, જ્યારે ફરિયાદીએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી છે
મીટુ અભિયાનમાં ઘણી મહિલાઓએ તેમની સાથે યૌન શોષણની વાત કરી હતી. આ આરોપો બોલિવૂડના ઘણા મોટા ચહેરા પર આરોપ લગ્યા હતા. અભિનેત્રી-મોડેલ કેટ શર્માએ ફિલ્મ નિર્માતા સુભાષ ઘઈને જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો અને વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પાછળથી આ કેસ ડીએન નગર પોલીસમાં તબદીલ કરવામાં આવ્યો. પરંતુ દહિયા અનુસાર,અપીલના થોડા દિવસોની અંદર, કેટ શર્માએ પણ ફરિયાદ પાછી ખેંચી લીધી.
