Not Set/ ડાન્સ દરમિયાન કાજોલને ભૂલથી કિસ કરી બેઠા શાહરૂખ ખાન, વીડિયો વાયરલ

બોલિવૂડ અભિનેત્રી કાજોલ અને શાહરૂખ ખાન વચ્ચેની મિત્રતાની વાતો ઘણીવાર ફિલ્મ જગતમાં સાંભળવા મળે છે. ઓનસ્ક્રીન આ જોડી જેટલી રોમેન્ટિક છે તેટલી જ ઓફ સ્ક્રીન તેમના વચ્ચે ગાઢ મિત્રતા છે. આ બંનેનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને કલાકારો ડાન્સ રિહર્સલ કરી રહ્યા છે, પરંતુ આ દરમિયાન […]

Uncategorized

બોલિવૂડ અભિનેત્રી કાજોલ અને શાહરૂખ ખાન વચ્ચેની મિત્રતાની વાતો ઘણીવાર ફિલ્મ જગતમાં સાંભળવા મળે છે. ઓનસ્ક્રીન આ જોડી જેટલી રોમેન્ટિક છે તેટલી જ ઓફ સ્ક્રીન તેમના વચ્ચે ગાઢ મિત્રતા છે. આ બંનેનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને કલાકારો ડાન્સ રિહર્સલ કરી રહ્યા છે, પરંતુ આ દરમિયાન અચાનક શાહરૂખ ખાન ભૂલથી કાજોલને કિસ કરી બેસે છે. આ જોઈને સેટ પર હાજર દરેક લોકો હસવા લાગે છે.

કાજોલ અને શાહરૂખ ખાનનો આ વીડિયો ફિલ્મ દિલવાલેનાં સેટનો છે. આ ફિલ્મનું દિગ્દર્શન રોહિત શેટ્ટીએ કર્યું હતું. આ ફિલ્મમાં કાજોલ અને શાહરૂખ ખાન ઉપરાંત વરુણ ધવન અને કૃતિ સેનન પણ જોવા મળ્યા હતા. આ વીડિયોને ફિલ્મફેરે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તાજેતરમાં જ આ બંનેનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં કાજોલ શાહરૂખ ખાનનો ગાલ ખેંચતી જોવા મળે છે. વીડિયો દિલવાલેફિલ્મનાં પ્રમોશન દરમિયાનનો હતો.