Not Set/ દુનિયાની પહેલી ટેલીરોબોટિક સર્જરી કરનાર ડોક્ટર છે ગુજરાતના

વિશ્વની પહેલી ટેલીરોબોટિક સર્જરી ગુજરાતનાં અમદાવાદમાં દર્દી પર કરવામાં આવી હતી. આ સર્જરી 32 કિલોમીટર દુરથી કરવામાં આવી હતી. ડોક્ટર તેજસ પટેલ દ્વારા દુનિયાની પહેલી ટેલીરોબોટિક સર્જરી કરવામાં આવી છે. એપેક્ષ હાર્ટ ઇન્સ્ટીટયુટ ઓફ અમદાવાદનાં ચીફ ઇન્ટરવેન્શ્ન્લ કાર્ડીઓલોજીસ્ટ ડોક્ટર તેજસ પટેલે અમદાવાદનાં દર્દીથી 32 કિલોમીટર દુર રહીને ગાંધીનગરનાં અક્ષરધામ મંદિરમાં બેસીને આ સર્જરી કરી હતી. […]

Top Stories Gujarat World Trending

વિશ્વની પહેલી ટેલીરોબોટિક સર્જરી ગુજરાતનાં અમદાવાદમાં દર્દી પર કરવામાં આવી હતી. આ સર્જરી 32 કિલોમીટર દુરથી કરવામાં આવી હતી. ડોક્ટર તેજસ પટેલ દ્વારા દુનિયાની પહેલી ટેલીરોબોટિક સર્જરી કરવામાં આવી છે.

એપેક્ષ હાર્ટ ઇન્સ્ટીટયુટ ઓફ અમદાવાદનાં ચીફ ઇન્ટરવેન્શ્ન્લ કાર્ડીઓલોજીસ્ટ ડોક્ટર તેજસ પટેલે અમદાવાદનાં દર્દીથી 32 કિલોમીટર દુર રહીને ગાંધીનગરનાં અક્ષરધામ મંદિરમાં બેસીને આ સર્જરી કરી હતી.

આ સર્જરી દરમ્યાન ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રુપાણી પણ હાજર હતા.

https://twitter.com/CMOGuj/status/1070293653829181440

ડોકટરે જણાવ્યું હતું કે, ‘ આ પ્રક્રિયા 20 MBPS ની કનેક્ટિવિટી સ્પીડ સાથે પણ થઇ શકે છે. આ કોર્નોરી ઇન્ટરવેન્શનની કાયાપલટ કરી નાખશે.’

ડોક્ટર તેજસ પટેલે સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર એટલે પસંદ કર્યું તેઓ આ ધર્મને માને છે અને એમણે જણાવ્યું કે, ‘મે પ્રમુખ સ્વામી મહારાજનાં હ્રદયની દેખભાળ કરી હતી અને એને જ મને એક સારો માણસ બનાવ્યો છે.’

આ પહેલાં પણ ડોક્ટર તેજસ પટેલે Percutaneous Coronary Intervention (PCI) માટે રોબોટિક ટેકનોલોજી વાપરતા હતા પરંતુ આ વખતે એમણે સર્જરી ઓપરેશન થીયેટરની બહાર રહીને દુરથી સર્જરી કરી હતી.