વર્લ્ડ બેંકે ભારતમાં સરકાર સંચાલિત કાર્યક્રમો માટે એક અબજ ડોલરનાં પેકેજની જાહેરાત કરી છે. બીજી તરફ, ભારતમાં વર્લ્ડ બેંકનાં કન્ટ્રી ડિરેક્ટર જુનૈદ અહમદે કહ્યું છે કે, સામાજિક અંતરને કારણે અર્થવ્યવસ્થા ધીમી પડી છે. ભારત સરકારે ગરીબોની સુરક્ષા માટે ગરીબ કલ્યાણ યોજના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
જુનેદ અહમદે કહ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે આવતી પડકારોનો સામનો કરવો અને અર્થવ્યવસ્થા ફરી શરૂ થઈ શકે તેવી પરિસ્થિતિઓ ઉભી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરમિયાન, વિશ્વનાં 300 થી વધુ સાંસદો અને નીતિનિર્માતાઓએ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) અને વિશ્વ બેંક પર કોરોના વાયરસને કારણે ઘણા ગરીબ દેશોનું દેવું સમાપ્ત કરવા અને આર્થિક સંકટને ટાળવા માટે ભંડોળ વધારવા પર ભાર મૂક્યો છે.
World Bank announces USD 1 billion social protection package for India linked to Govt of India programmes. pic.twitter.com/a1YpTpAt1O
— ANI (@ANI) May 15, 2020
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બાકીનાં આંતરરાષ્ટ્રીય નેતાઓને વિશ્વ બેંક અને આઈએમએફનાં વડાઓને મોકલવામાં આવેલા પત્રમાં આ અપીલ કરવામાં આવી છે. સાંસદોએ બંને સંસ્થાને 15 દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. આઇએમએફનાં મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલીના જારજિયાએ કહ્યું છે કે સંસ્થા વર્ષ 2020 માં આંતરરાષ્ટ્રીય આઉટપુટની આગાહી પર પુનર્વિચાર કરી રહી છે. તેમણે કહ્યું કે, વિકાસશીલ દેશોને આ સંકટને પહોંચી વળવા 2.5 અબજ ડોલરથી વધુની આર્થિક સહાયની જરૂર પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
