Not Set/ વાવાઝોડા બાદ દિલ્હી-એનસીઆરમાં અનુભવાયા ભૂકંપનાં આંચકા

  કોરોના સંકટ કાળમાં દેશમાં વધુ એક મુસિબત સામે આવી છે. મળતી માહિતી મુજબ દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે બપોરે ભારે વાવાઝોડા બાદ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.5 હોવાનું કહેવાઈ રહ્યું છે. એક તરફ ભૂકંપ અને બીજી તરફ કોરોના વાયરસનો ભય લોકોને વધારે ડરાવી રહ્યો છે. દિલ્હીમાં બપોરે 1.45 વાગ્યે ભૂકંપનાં […]

India
 

કોરોના સંકટ કાળમાં દેશમાં વધુ એક મુસિબત સામે આવી છે. મળતી માહિતી મુજબ દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે બપોરે ભારે વાવાઝોડા બાદ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.5 હોવાનું કહેવાઈ રહ્યું છે. એક તરફ ભૂકંપ અને બીજી તરફ કોરોના વાયરસનો ભય લોકોને વધારે ડરાવી રહ્યો છે.

દિલ્હીમાં બપોરે 1.45 વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. તોફાન બાદ ધરતીકંપથી દિલ્હી હચમચી ઉઠ્યું હતું. ભૂકંપનાં કારણે લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું. દિલ્હી-એનસીઆર સહિત દેશનાં ઘણા ભાગોમાં વાતાવરણમાં અચાનક વળાંક આવ્યો છે. રાજધાની દિલ્હી, નોયડા, ગાઝિયાબાદ સહિતનાં ઘણા વિસ્તારોમાં જોરદાર વાવાઝોડુ આવ્યુ છે. ચારે બાજુ ધૂળવાળા પવનથી ચારેય દિશાઓમાં અંધકાર છવાઇ ગયો હતો. રસ્તાઓથી લઇને આકાશ તરફ પણ ધૂળ દેખાવા લાગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.