Not Set/ વિધાનસભાની ચૂંટણી પહેલા પેટ્રોલનો ભાવ 54 રૂપિયા થઇ શકે છે. બીજેપીની ચિંતન શિબિરમાં થઇ ચર્ચા

અમદાવાદઃ સાણંદ પાસેના કેન્સવિલા ખાતે ભાજપની બે દિવસીય ચિંતન શિબર યોજાઇ રહી છે. આ શિબિરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ખાસ ઉપસ્થિત રહીને ચૂંટણી લક્ષી તૈયારીની માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યમાં જે રીતે ભાજપ વિરોધ જૂવાળ ઉભો થઇ રહ્યો છે. તેને ખાળવા માટે રાષ્ટ્રીય નેતૃત્વએ જનતા લક્ષી પગલા લેવાનો નિર્ણય કર્યો છે. જેમા આગામી સમયમાં રાજ્યની […]

Uncategorized

અમદાવાદઃ સાણંદ પાસેના કેન્સવિલા ખાતે ભાજપની બે દિવસીય ચિંતન શિબર યોજાઇ રહી છે. આ શિબિરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ખાસ ઉપસ્થિત રહીને ચૂંટણી લક્ષી તૈયારીની માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યમાં જે રીતે ભાજપ વિરોધ જૂવાળ ઉભો થઇ રહ્યો છે. તેને ખાળવા માટે રાષ્ટ્રીય નેતૃત્વએ જનતા લક્ષી પગલા લેવાનો નિર્ણય કર્યો છે. જેમા આગામી સમયમાં રાજ્યની જનતાને ઘણી રાહત આપવાનો નિર્ણય કર્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ચિંતન શિબિરમાં પેટ્રોલ પરના વેટને નાબુદ કરીને તેનો લાભ જનતાને આપવાનો વિચાર કરવામા આવ્યો હતો. તો આગામી ફેબ્રુઆરીમાં રજૂ થાનાર બજેટ લોકરંજક હોય તેના પર ખાસ ધ્યાન આપવા માટે જણાવવામાં આવ્યું છે. જો પેટ્રોલ-ડિઝલ પરનો વેટ દૂર થશે તો ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલમાં મોટી રાહતમ મળશે. દેશમાં પેટ્રોલ અને ડીઝલ પરનો સૌથી વધારે વેટ ગુજરાતમાં છે જે 28 ટકા છે. જો તે રદ્દ કરી દેવામાં આવે તો હાલમાં રૂપિયા 70 પ્રતિ લીટરનું પેટ્રોલ રૂ. 54.68ના ભાવે લોકોને મળી શકે. જ્યારે રૂ. 64ના ભાવનું ડીઝલ ઘટીને રૂ. 50ના ભાવે મળી શકે.

શિબિરમાં આગામી બજેટ લોક રંજક બનાવવા માટે બને તેટલી છુટ ધરાવવતુ બનાવવા પર ચર્ચા થઇ રહી છે. રાજ્યમાં 1 એપ્રિલથી GST લાગુ થતા આમ પણ પેટ્રોલ-ડિઝલ પરનો વેટ દૂર થઇ જવાનો છે. એટલે સરકાર તે બે મહિના પહેલા તેનો લાભ જનતાને આપીને પોતાના તરફ વાળવા પ્રયાસ કરાશે. વેટ નાબૂદ થવાથી રાજ્યની તિજોરી પર

આ ચિંતન શિબિરમાં માઇક્રો સમિતિઓનું માઇક્રો મેનેજમેન્ટ,વિસ્તારક લક્ષ્યાંક સાથે જવાબદારી, કેંદ્ર અને ગુજરાતની સરકાનોની જનહિતની કામગીરીને જનતા સુધી વાસ્તવિક રીતે પહોંચાડવાનું અભિયાન જેવા મુદ્દાઓ પર મેરેથોન ચર્ચા કરાશે.