Not Set/ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ કાળા કપડા પહેરી સૂત્રોચાર સાથે કર્યો વિરોધ, રાજ્યપાલે ટુંકાવ્યું ભાષણ

ગાંધીનગરઃ વિધાનસભાના પ્રારંભે વિરોધ પક્ષ દ્વારા કાળા કપડા પહેરીને નલિયામમાં થયેલા દુષ્કર્મ મામલે વિરોધ નોધાવ્યો હતો. તેમજ બજેટ સત્રની શરૂતા સાથે જ વિરોધ પક્ષ કૉંગ્રેસ દ્વારા સૂત્રોચાર કરીને વિરોધ કર્યો હતો. જેથી રાજ્યપાલે પોતાનું ભાષણ ટુકાવી દીધું હતું. રાજ્યમાં વિધાનસભાની યોજાનારી ચૂંટણીઓ પૂર્વેનું આ છેલ્લું લાંબું સત્ર, મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાની હેઠળની ભાજપ સરકારની કસોટીરૂપ […]

Uncategorized

ગાંધીનગરઃ વિધાનસભાના પ્રારંભે વિરોધ પક્ષ દ્વારા કાળા કપડા પહેરીને નલિયામમાં થયેલા દુષ્કર્મ મામલે વિરોધ નોધાવ્યો હતો. તેમજ બજેટ સત્રની શરૂતા સાથે જ વિરોધ પક્ષ કૉંગ્રેસ દ્વારા સૂત્રોચાર કરીને વિરોધ કર્યો હતો. જેથી રાજ્યપાલે પોતાનું ભાષણ ટુકાવી દીધું હતું. રાજ્યમાં વિધાનસભાની યોજાનારી ચૂંટણીઓ પૂર્વેનું આ છેલ્લું લાંબું સત્ર, મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાની હેઠળની ભાજપ સરકારની કસોટીરૂપ બની રહેશે, તો બીજી તરફ અઢી દાયકાથી સત્તાવિમુખ વિરોધ પક્ષ કોંગ્રેસ માટે આવનારી ચૂંટણીઓ મરણિયો જંગ હોઈ તેના સભ્યો સત્ર દરમિયાન સરકારને ભીંસમાં લેવાની એકેય તક છોડશે નહીં.

કૉંગ્રેસ દ્વારા આજે નલિયાથી નીકળેલી ‘બેટી બચાવો યાત્રા’નો ગાંધીનગરના સત્યાગ્ર છાવણી ખાતે આવી પહોંચી હતી. જ્યાં કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતા દ્વારા સભાને સંબોધન કર્યા બાદ વિધાસભાનો ઘેરાવો કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. ત્યારે બીજી બાજુ પોલીસ તંત્ર દ્વારા કૉંગ્રેસની રેલીને મંજૂરી આપવામાં નથી આવી. જેથી કૉંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવાની શક્યતા રહેલી છે.