Not Set/ વોડાફોન અને આઇડિયાના વિલીનીકરણથી 25,000 નોકરીઓ પર લટકતી તલવાર

નવી દિલ્હીઃ રિલાયંસ જિયોનો મુકાબલો કરવા માટે આઇડિયા અને વોડાફોન વિલીનીકરણની જાહેરાત કરી ચૂક્યા છે. આ વિલીનીકરણથી દેશભરમાં ફૈલાયેલા આઇડિયા અને વોડાફોનમાં મોટી સંખ્યામાં લોકોની નોકરી ખતરામાં આવી શકે છે. બંને કંપનીઓમાં વિલીનીકરણ સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે, દેશમાં ત્રણ લાખથી વધારે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરે છે. પરંતુ 18 મહિનાની વિલીનીકરણની પ્રક્રિયા દરમિયાન ટેલિકોમ […]

Uncategorized
વોડાફોન અને આઇડિયાના વિલીનીકરણથી 25,000 નોકરીઓ પર લટકતી તલવાર

નવી દિલ્હીઃ રિલાયંસ જિયોનો મુકાબલો કરવા માટે આઇડિયા અને વોડાફોન વિલીનીકરણની જાહેરાત કરી ચૂક્યા છે. આ વિલીનીકરણથી દેશભરમાં ફૈલાયેલા આઇડિયા અને વોડાફોનમાં મોટી સંખ્યામાં લોકોની નોકરી ખતરામાં આવી શકે છે. બંને કંપનીઓમાં વિલીનીકરણ સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે, દેશમાં ત્રણ લાખથી વધારે ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરે છે. પરંતુ 18 મહિનાની વિલીનીકરણની પ્રક્રિયા દરમિયાન ટેલિકોમ ઇંડસ્ટ્રીમાંથી 10,000 થી 25,000 લોકોની નોકરી પર તલવાર લટકી રહી છે.

મોબાઇલની દુનિયામાં રિલાયંસ જિયોની સસ્તી કોલ દર અને ફ્રિ ઇન્ટરનેટ ઓફરથી સમગ્ર ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં હંગામો મચી ગયો છે. અત્યાર સુધીમાં ટેલિકોમની દિગ્ગજ એરટલની કમાણીનો સૌથી મોટો ભાગ મોબાઇલ ઇન્ટરનેટ સર્વિસમાંથી આવતો હતો. પરંતુ રિલાયંસ જિયોની 4G સર્વિસના આવ્યા બાદ માર્કેટમાં એરટેલ અને અન્ય મોબાઇલ કંપનીયો સામે મોટો પડકાર ઉભો થયો છે. દેશની ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીની વાર્ષિક રેવેન્યુ 1 લાખ 30 હજાર કરોડ રૂપિયા છે. તેના ખર્ચમાં સૌથી વધુ ભાગ લગભગ 35,000 હજાર કરોડ રૂપિયા મેનેજર્સ અને કર્મચારી પર ખર્ચ થાય છે.

ઉલ્લેખનીય છે કે, ટેલિકોમ સેક્ટરમાં દિગ્ગજ કંપની એરટેલ માં કર્મચારીની સંખ્યા 19,000 છે. જ્યારે આઇડિયામાં 17,000 અને વૉડાફોનમાં 13,000 કર્મચારી છે. ઇંડસ્ટ્રીની બાકી કંપનીઓમાં એરસેલમાં 8,000 આરકોમમાં 7,500 અને ટાટા ટેલીમાં 5,500 લોકો નોકરી કરી રહ્યા છે.