Not Set/ શંકરસિંહ વાધેલાના ‘બાપુ ફોર CM’ FB પેજ પર કૉંગ્રેસનું મૌન, સાયબર વોર માટે કૉંગ્રેસ તૈયાર

અમદાવાદઃ પરિવર્તન એ સંસારનો નિયમ છે. બદલાતા સમયમાં જે લોકો પરિવર્તન સાથે અનુકૂલન સાધી શકે તે જ પ્રગતિ સાધી શકે છે. ગુજરાત કોંગ્રેસને મોડી મોડી પણ આ વાત સમજાઇ હોય તેવું હવે લાગી રહ્યું છે. ભાજપ દ્વારા સોશિયલ મીડિયાને ચૂંટણી પ્રચારનું માધ્યમ બનાવીને તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. હવે જ્યારે ચાલુ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી […]

Uncategorized

અમદાવાદઃ પરિવર્તન એ સંસારનો નિયમ છે. બદલાતા સમયમાં જે લોકો પરિવર્તન સાથે અનુકૂલન સાધી શકે તે જ પ્રગતિ સાધી શકે છે. ગુજરાત કોંગ્રેસને મોડી મોડી પણ આ વાત સમજાઇ હોય તેવું હવે લાગી રહ્યું છે. ભાજપ દ્વારા સોશિયલ મીડિયાને ચૂંટણી પ્રચારનું માધ્યમ બનાવીને તેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. હવે જ્યારે ચાલુ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે અત્યારથી પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયાના ઉપયોગ તરફ વળ્યું છે. ફેસબુક પર બાપુ ફોર સીએમ નું પેજ બનાવી તેના દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પ્રચાર અને પ્રમોશનનું ઉત્તમ માધ્યમ બન્યું છે. તેનું ઉદાહરણ લોકસભાની ચૂંટણીઓ, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પણ આગામી ચૂંટણીઓને લઇને સોશિયલ મીડિયા પર સક્રિય થઇ ગયું છે. ચૂંટણીના પ્રચાર અને લોકોને પોતાની તરફ આકર્ષવા માટે સોશિયલ મીડિયાનો કોંગ્રેસ દ્વારા સહારો લેવામાં આવ્યો છે.

ફેસબુક પર બાપુ ફોર સીએમનું પેજ બનાવીને કોંગ્રેસમાંથી આગામી વિધાનસભાન ચૂંટણીઓમાં શંકરસિંહ વાઘેલાને મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે પ્રમોટ કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસ દ્વારા ફેસબુક પેજ મુદ્દે કોઇ પણ ટિપ્પણી કરવામાં આવી રહી નથી. પરંતુ સોશિયલ મીડિયાથી થતા ફાયદો ઉઠાવવામાં કોંગ્રેસ માની રહી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસ અત્યાર સુધી સોશિયલ મીડિયાના ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરતું રહ્યું છે. પરંતુ હાઇ કમાન્ડના આદેશ બાદ કોંગ્રેસ સોશિયલ મીડિયાના ઉપયોગ તરફ વળી છે. ઓનલાઇન પ્રચાર કોંગ્રેસને કેટલો ફાયદાકારક બનશે તે આગામી ચૂંટણીમાં જોવા મળશે.