Not Set/ રિયા ચક્રવર્તીએ SC માં કરી અરજી, કેસની તપાસ બિહારથી મુંબઈ ટ્રાન્સફર કરવાની કરી માંગ

સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહ દ્વારા બિહારના પટનામાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆર અંગે અભિનેત્રી રિયા ચક્રવર્તીએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. કોર્ટમાં કરેલી અરજીમાં રિયાએ બિહારમાં કેસની તપાસ મુંબઇ ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. એફઆઈઆરમાં કે.કે.સિંહે રિયા ચક્રવર્તી પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સુશાંતના પિતાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે […]

Uncategorized

સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહ દ્વારા બિહારના પટનામાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆર અંગે અભિનેત્રી રિયા ચક્રવર્તીએ બુધવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. કોર્ટમાં કરેલી અરજીમાં રિયાએ બિહારમાં કેસની તપાસ મુંબઇ ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. એફઆઈઆરમાં કે.કે.સિંહે રિયા ચક્રવર્તી પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સુશાંતના પિતાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, ‘રિયા, તેના પરિવારના સભ્યો અને સપોર્ટ સ્ટાફએ એક ષડયંત્ર હેઠળ મારા દીકરા સાથે છેતરપિંડી કરી અને તેનું અપમાન કર્યું હતું. તેને લાંબા સમય સુધી બંધક બનાવ્યો હતો અને તેનો ઉપયોગ તેના નાણાંકીય લાભ માટે દબાણ કરવા માટે કરવામાં આવ્યો અને આખરે મારા પુત્રને આત્મહત્યા કરવા દબાણ કરવામાં આવ્યું.