Not Set/ કેટરીના કૈફે પોસ્ટ કર્યો No Makeup ફોટો, સોશિયલ મીડિયા પર થયો વાયરલ

બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફના દેશભરમાં ઘણા ચાહકો છે. તેની ફિલ્મો ઉપરાંત, ચાહકો તેના ફેશન સેંસને પણ પસંદ કરે છે. હવે કેટરીના કૈફ ફિલ્મ ‘સૂર્યવંશી’ માં જોવા મળશે. તેની સાથે અક્ષય કુમાર પણ જોવા મળશે. કેટરિના કૈફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. લોકડાઉન દરમિયાન પણ તે ચાહકોનું મનોરંજન કરવામાં પાછળ ન રહી. કેટરિનાએ […]

Uncategorized

બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફના દેશભરમાં ઘણા ચાહકો છે. તેની ફિલ્મો ઉપરાંત, ચાહકો તેના ફેશન સેંસને પણ પસંદ કરે છે.

હવે કેટરીના કૈફ ફિલ્મ ‘સૂર્યવંશી’ માં જોવા મળશે. તેની સાથે અક્ષય કુમાર પણ જોવા મળશે. કેટરિના કૈફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

લોકડાઉન દરમિયાન પણ તે ચાહકોનું મનોરંજન કરવામાં પાછળ ન રહી. કેટરિનાએ ડીશ ધોતા અને સાફસફાઈ કરતા ઘણા વીડિયો અને ફોટા શેર કર્યા હતા.

                                                                                                                                                                                                                         -

ફોટા અને વીડિયો શેર કરીને ચાહકોને અંગત જીવન વિશે માહિતી આપવામાં આવી હતી. આ ફોટામાં કેટરિના કૈફ કોઈ પણ મેકઅપ વિના જોવા મળી રહી છે.

                                                                                                                                                                                                                         -

ચાહકો તેની પ્રશંસા કરી રહ્યાં છે અને નો મેકઅપ લૂકને પસંદ કરી થયા છે. સાથે સાથે તેને જોરદાર વાયરલ પણ કરી રહ્યા છે.

આ ફોટામાં કેટરિના કૈફે બ્લુ જીન્સ અને વ્હાઇટ ટોપમાં જોવા મળી રહી છે. આ ફોટા કેટરિનાના ઘરના ટેરેસ પર લેવામાં આવ્યા છે. હાલ તે તેની બહેન ઇજાબેલ કૈફ સાથે રહે છે.

આ પહેલા પણ કેટરીના કૈફનો નો મેકઅપ લૂક ઘણી વાર દેખાઈ ચુક્યો છે.

હકીકતમાં, કેટરીના મેકઅપ વિના પણ એકદમ સુંદર લાગે છે, જે તમે આ ફોટો જોઈ શકો છો.

તેણે તાજેતરમાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મેકઅપ અને હેર આર્ટિસ્ટ સાથેનો ફોટો શેર કર્યો છે.

એકનું નામ ડેનિયલ અને બીજાનું નામ અમિત ઠાકુર છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ ફોટોના કેપ્શનમાં ‘બેસ્ટ બોયઝ’ લખવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.