મુંબઇ,
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર કરતાં તેમની રિલેશનશીપને કારણે ચર્ચામાં રહે છે. આ કપલ ફરી એક વાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગત રોજ મહાશિવરાત્રિના પર્વના દિવસે આ કપલ કુંભમેળામાં સામેલ થયું હતું. આ બંને ફિલ્મ બ્રહ્માસ્ત્રનો લોગો રિવીલ કરવા પ્રયાગરાજ પહોંચ્યા હતા. પરંતુ બંનેની જે તસવીરો સામે આવી છે તેમાં બંનેની સરસ મજાની કેમેસ્ટ્રી નજરે ચઢી રહી છે.
https://www.instagram.com/p/Bulu5NGHZBH/?utm_source=ig_embed&utm_medium=loading
https://www.instagram.com/p/Bulu5NGHZBH/liked_by/
આ તસવીરોમાં આલિયાનો રણબીર પ્રત્યેનો પ્રેમ દેખાઈ આવે છે. આ તસવીરમાં બંને પારંપરિક વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. ઘણા સમયથી આલિયા અને રણબીરના લગ્નની ચર્ચાઓ પણ થઈ રહી છે. આલિયા પણ વારંવાર નીતુ સિંહ તેમજ ઋષિ કપૂર સાથે જોવા મળતી હોય છે. તસવીરમાં જોઈ શકાય છે કે બંને જણા શાંત ચિત્તે સંગમ તટની ભવ્યતા માણી રહ્યા છે. બંનેને ટીમ સાથે પણ સરસ મજાનો પોઝ આપ્યો હતો.
https://www.instagram.com/p/BulnDIkAbzK/?utm_source=ig_embed&utm_medium=loading
બ્રહ્માસ્ત્રમાં આલિયા ભટ્ટ ,રણબીર કપૂર ઉપરાંત સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન, ટીવી એકટ્રેસ મૌની રોય તથા અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. કરણ જૌહરના ધર્મા પ્રોડક્શનમાં બની રહેલી આ ફિલ્મને રણબીરનો ખાસ મિત્ર અયાન મુખર્જી ડિરેકટ કરી રહ્યો છે.
