Not Set/ ગુજરાત/ પેટ્રોલિયમ ડિલરોને લોકડાઉનમાં આટલાં કરોડનું નુકશાન, કેવી રીતે કરશે ખોટની ભરપાઇ

  ગુજરાત રાજ્યમાં કોરોના સતત પોતાનો કહેર વરતવી રહ્યો છે. ત્યારે કોરોનને કારણે રાજ્યમાં છેલ્લા લાગુ કરવામાં આવેલા લોક ડાઉનમાં રાજ્યનાં પેટ્રોલિયમ ડિલરોને 400 કરોડનું નુકશાન થયું છે. આ સમયગાળા દરમ્યાન ચીજવસ્તુની હેરફેર કરતાં વાહનો સિવાય અન્ય પેસેન્જર વાહનો માર્ગ પર નહિવત જોવા મળ્યા હતા. જેમાં સૌથી વધુ નુકશાન પેટ્રોલમાં થયું છે, જો કે હાલ […]

Business
 

ગુજરાત રાજ્યમાં કોરોના સતત પોતાનો કહેર વરતવી રહ્યો છે. ત્યારે કોરોનને કારણે રાજ્યમાં છેલ્લા લાગુ કરવામાં આવેલા લોક ડાઉનમાં રાજ્યનાં પેટ્રોલિયમ ડિલરોને 400 કરોડનું નુકશાન થયું છે. આ સમયગાળા દરમ્યાન ચીજવસ્તુની હેરફેર કરતાં વાહનો સિવાય અન્ય પેસેન્જર વાહનો માર્ગ પર નહિવત જોવા મળ્યા હતા.

જેમાં સૌથી વધુ નુકશાન પેટ્રોલમાં થયું છે, જો કે હાલ અનલોકની પ્રક્રિયામાં પેટ્રોલ અને ડીઝલનું વેચાણ 80 ટકા સુધી આવ્યું છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશને કહ્યું છે કે લોકડાઉન દરમ્યાન ડીલરોને સૌથી વધુ નુકશાન થયું છે. સામાન્ય સંજોગોમાં રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનું માસિક વેચાણ અનુક્રમે 23 કરોડ લીટર અને 55 કરોડ લીટર થતું હોય છે.

ફેડરેશનના પ્રમુખના જણાવ્યા અનુસાર એપ્રિલ, મે અને જૂનના 15 દિવસ દરમ્યાન પેટ્રોલિયમ પેદાશોના વેચાણમાં 85 ટકાનો વિક્રમી ઘટાડો થયો હતો. ફેડરેશન કહે છે કે ગુજરાતમાં 4000 પેટ્રોલ પંપ આવેલા છે. આ પંપના માલિકો લોકડાઉન અને કોરોના સંક્રમણના સમયમાં તેમનો વ્યવસાય જાળવી શક્યા નથી. અને તેમને 400 કરોડનું નુકશાન થયું છે. જો કે હવે જુલાઇ મહિનામાં માસિક વેચાણમાં વધારો થઇ રહ્યો છે.

પેટ્રોલિયમ ડીલરોને વળતર આપવાની માગણી કરતાં ફેડરેશનના પ્રમુખે કહ્યું હતું કે અમે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય સમક્ષ કમિશન વધારવાની માગણી કરી છે કે જેથી પેટ્રોલપંપ સંચાલકો તેમનું નુકશાન આગામી છ મહિનામાં સરભર કરી શકે. ગુજરાતમાં હાલ પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર પેટ્રોલપંપ સંચાલકોને અનુક્રમે ત્રણ રૂપિયા અને બે રૂપિયા મળી રહ્યાં છે. ફેડરેશનની માગણી પ્રમાણે ભારત સરકાર પેટ્રોલ પર પ્રતિ લીટર 75 પૈસા અને ડીઝલ પર 50 પૈસાનું કમિશન વધારી આપે તો સંચાલકો તેમની ખોટ ભરપાઇ કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.