Economic Update 2026: મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) માં વધી રહેલા યુદ્ધના તણાવ અને ઈંધણના વધતા ભાવ વચ્ચે (PM Modi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા ગંભીર અપીલ કરી છે. 24 કલાકમાં બીજી વાર કરેલી આ અપીલ સૂચવે છે કે વૈશ્વિક અસ્થિરતાની અસર ભારતની અર્થવ્યવસ્થા પર પડી રહી છે.
PM Modi એ જનતાને કઈ બાબતો પર ભાર મૂકવા કહ્યું?
વડાપ્રધાને હૈદરાબાદ અને ગુજરાતમાં જનતાને સંબોધતા કેટલીક મહત્ત્વની જીવનશૈલી બદલવા વિનંતી કરી છે, જેથી દેશના વિદેશી મુદ્રા ભંડાર (Foreign Exchange Reserve) પર દબાણ ઓછું કરી શકાય:
ઈંધણનો વપરાશ ઘટાડવા માટે શક્ય હોય ત્યાં ઓફિસ જવાને બદલે ઘરેથી કામ કરવા અપીલ કરી છે.
PM Modiએ જનતાને વિનંતી કરી છે કે આગામી 1 વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવી, કારણ કે ભારત મોટા પ્રમાણમાં સોનાની આયાત કરે છે.
પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ અને કાર પૂલિંગનો ઉપયોગ કરવા તેમજ વિદેશી મુસાફરી ઓછી કરવા સૂચન કર્યું છે.
વિદેશી સામાન ખરીદવાને બદલે સ્થાનિક વસ્તુઓ વાપરવા પર ફરીથી ભાર મૂક્યો છે.
ઓઈલ કંપનીઓને 1 લાખ કરોડનું નુકસાન!
પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીના જણાવ્યા મુજબ, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ક્રૂડ ઓઈલના ભાવ લગભગ બમણા થઈ ગયા છે.
એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં ભારતની ઓઈલ માર્કેટિંગ કંપનીઓને આશરે 1 લાખ કરોડ રૂપિયા નું નુકસાન થવાની ભીતિ છે.
આ નુકસાનને કારણે સરકાર અને કંપનીઓ પર આર્થિક ભારણ વધી રહ્યું છે, જેને કારણે પીએમ મોદીએ દેશવાસીઓના સહયોગની માંગ કરી છે.
સામાન્ય માણસનું યોગદાન કેવી રીતે મદદરૂપ થશે?
ઘણાને પ્રશ્ન થાય કે એક વ્યક્તિના સોનું ન ખરીદવા કે તેલ ઓછું વાપરવાથી શું ફરક પડશે?
ભારત વિશ્વમાં સૌથી વધુ સોનું અને કાચું તેલ આયાત કરતા દેશોમાં સામેલ છે.
જ્યારે કરોડો લોકો એકસાથે વપરાશમાં થોડો પણ ઘટાડો કરે છે, ત્યારે દેશના વિદેશી હુંડિયામણની મોટી બચત થાય છે.
‘ટીપે ટીપે સરોવર ભરાય’ (PM Modi) તેમ સામાન્ય માણસની નાનકડી બચત સરકાર પરનો આર્થિક બોજો ઘટાડવામાં અને દેશને આર્થિક સંકટમાંથી બચાવવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
