Not Set/ સતત દસમાં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં થયો વધારો

સતત દસમા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. 16 જૂન, 2020 ને મંગળવારે, દિલ્હીમાં પેટ્રોલ 47 પૈસા વધીને પ્રતિ લિટર 76.73 રૂપિયા પર પહોંચી ગયું છે. વળી ડીઝલનો દર લિટર દીઠ 55 પૈસા વધીને રૂ. 75.19 થયો છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દિલ્હ, મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈમાં ડીઝલ અને પેટ્રોલ દર 16 […]

Business

સતત દસમા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. 16 જૂન, 2020 ને મંગળવારે, દિલ્હીમાં પેટ્રોલ 47 પૈસા વધીને પ્રતિ લિટર 76.73 રૂપિયા પર પહોંચી ગયું છે. વળી ડીઝલનો દર લિટર દીઠ 55 પૈસા વધીને રૂ. 75.19 થયો છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દિલ્હ, મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈમાં ડીઝલ અને પેટ્રોલ દર 16 જૂન 2020 નાં રોજ આ છે- 

દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ ક્રમશ: રૂ.76.73 અને રૂ.74.73. મુંબઇમાં પેટોર્લ અને ડીઝલનો ભાવ ક્રમશ: રૂ.83.62 અને રૂ.73.75. કોલકતામાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ ક્રમશઃ રૂ.78.55 અને રૂ.70.84. ચેન્નઇમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ ક્રમશઃ રૂ.80.37 અને રૂ.73.17 છે. આપને જણાવી દઇએ કે, કોરોના વાયરસ અને લોકડાઉનનાં કારણે દેશમાં ઇંધણનાં ભાવ સતત 82 દિવસ સુધી સ્થિર રહ્યા હતા. દેશભરમાં કિંમતો વધારવામાં આવી છે અને પેટ્રોલ અને ડીઝલનાં ભાવ સ્થાનિક વેચાણ વેરા અથવા વેલ્યુ એડેડ ટેક્સનાં આધારે રાજ્ય પ્રમાણે રાજ્યમાં બદલાય છે.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલનાં દર નક્કી કરે છે. ઈન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલનાં દરમાં સુધારો કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.