ગુજરાતનાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી. ગયા સપ્તાહે શરૂ થયેલો વરસાદ અમદાવાદ સહિત ગુજરાતમાં હેત વર્ષાવાનું જારી રાખ્યું હતું. તે પછી સૌરાષ્ટ્ર અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પૂરની સ્થિતિ સર્જાઇ છે. સમયાંતરે વરસતો વરસાદ હજુ પણ આગળ વધારે વરસશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. ઉલ્લેખનીય છે કે હજી પણ આવનારી 24મી જુલાઇ સુધી હવામાન વિભાગે અમદાવાદ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
શુક્રવારે મોડી રાતથી સમગ્ર શહેરમાં વરસાદ પડી રહ્યો છે. આ ધોધમાર વરસાદે સમગ્ર શહેરને પાણીમાં તરબોળ કર્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ગયા છે, તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદને પગલે અમદાવાદ-રાજકોટ સહિત રાજ્યના 10 સ્ટેટ હાઇવે બંધ કરાયા છે, જ્યારે રાજકોટ અમદાવાદની વચ્ચે આવેલ બગોદરા બ્રિજ વરસાદને કારણે તૂટી ગયો છે.હજી ભારે વરસાદની આગાહીને પગલે CM રૂપાણીએ કંટ્રોલરૂમમાં જઇ સ્થિતિની સમીક્ષા કરી હતી.









Around The Web
