Not Set/ સાવરકુંડલાનું ઇંગોરીયા યુધ્ધ

આગની લડાઈ..જી…હા..દિવાળીના દિવસે જામે છે આગની લડાઈ. આ કોઈ બે દેશ વચ્ચેનુ યુધ્ધ નથી અને જે આગના ગોળા દેખાઈ રહ્યાં છે તે અસલી બારુદ નથી પરંતુ સાવરકુંડલામાં વર્ષોથી રમાતી પરંપરાગત રમતનો એક ભાગ છે. સાવરકુંડલામાં દૂનિયામાં એક માત્ર એવુ ગામ છે જ્યાં શિવાકાશીના ફટાકડાના બદલે હોમમેઈડ ફટાકડા યુવાનો એક બીજા પર ફેંકતા રહે છે. સર્જીકલ […]

Uncategorized

vlcsnap-error214 vlcsnap-error503

આગની લડાઈ..જી…હા..દિવાળીના દિવસે જામે છે આગની લડાઈ. આ કોઈ બે દેશ વચ્ચેનુ યુધ્ધ નથી અને જે આગના ગોળા દેખાઈ રહ્યાં છે તે અસલી બારુદ નથી પરંતુ સાવરકુંડલામાં વર્ષોથી રમાતી પરંપરાગત રમતનો એક ભાગ છે. સાવરકુંડલામાં દૂનિયામાં એક માત્ર એવુ ગામ છે જ્યાં શિવાકાશીના ફટાકડાના બદલે હોમમેઈડ ફટાકડા યુવાનો એક બીજા પર ફેંકતા રહે છે. સર્જીકલ સ્ટ્રાઈકની અસર પછી આજે આ રમતમાં અમરેલીના સાંસદ નારણ કાછડિયા, અને કૃષીપ્રધાન વલ્લભ વઘાશિયા પણ જોડાયા હતા…

સાવરકુંડલામાં લગભગ સો વર્ષથી દિવાળીની રાતે જામે છે ઈંગોરિયાની લડાઈ. યુવાનો ગામના અલગ અલગ ચોકમાં ભેગા થઈ એક બીજા પર ઈંગોરિયા નામના ફટાકડા ફોડે છે. સળગતા આગના ગોળા યુવાનો હાથમાં એવી રીતે પકડે છે કે જાણે ગુલાબનુ ફુલ પકડ્યું હોઈ…આ ઈંગોરિયાને સળગાવી યુવાનો એક બીજા પર ફેકં છે..આ રમત વર્ષોથી રમાતી આવે છે. લગભગ આ ચોથી પેઢી આ રમત રમી રહી છે. પહેલાના સમયમાં સાવર અને કુંડલા વચ્ચે આ યુધ્ધ જામતુ હતુ…હવે શહેરના મુખ્ય ત્રણ ચોકમાં આ રમત રમાતી રહે છે ત્યારે ગુજરાત રાજ્યના કૃષિમંત્રી વી.વી.વઘાસીયા મોદી માસ્ક પહેરીને આગની રમત રમી હતી…

આખુ વર્ષ સામે સામે આક્ષેપો કરતા કોંગ્રેસ ભાજપના નેતાઓ અને કાર્યકરો આજે એક બીજા સાથે રહી ઈંગોરિયાના ગોળા ફેંકતા હતા…આજે કોંગ્રેસના શહેર પ્રમુખ હસુ સુચક અને ભાજપના સાંસદ નારણ કાછડિયા એક બીજા સાથે રહી સામે પક્ષે ઈંગોરિયા ફેંકતા હતા…

ઈંગોરિયાની આ લડાઈમાં હજુ સુધી કોઈ જાન હાની થઈ નથી. આ ઉપરાંત કોઈ ગંભીર રીતે દાઝ્યુ હોઈ તેવુ પણ બન્યુ નથી. સંપુર્ણ પણે હોમમેઈડ એવા ઈંગોરિયાની લડાઈ જોવા દુર દુરથી લોકો સાવરકુંડલા આવે છે. ખાસ કરીને સાવરકુંડલાનો યુવાન દેશનો કોઈ પણ ખુણે સ્થાઈ થયો હોઈ પરંતુદિવાળીના દિવસે તે એચુક કુંડલામાં આ રમત રમવા આવે છે…