Not Set/ સિમીના 11 આતંકીને આજીવન જેલ, ગુજરાતના દોષિતો માટે વીડિયો કોન્ફરન્સથી યોજાઇ કાર્યવાહી

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં ઇન્દૌરની સ્પેશિયલ કોર્ટે સિમી સરગના સફદર નાગૌરી સહિત 11 આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારી છે. તમામ દોષિતોને દેશદ્રોહના મામલમાં સજા સંભળાવવામાં આવી છે. જેમાથી ગુજરાતની સાબરમતી જેલમાં બંધ ત્રણ આરોપીને વીડિયો કોન્ફરસન્સથી સજા સંભળાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, માર્ચ 2008માં ઇંદોરથી સિમીના 11 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની પુછપરછ દરમિયાન […]

Uncategorized
સિમીના 11 આતંકીને આજીવન જેલ, ગુજરાતના દોષિતો માટે વીડિયો કોન્ફરન્સથી યોજાઇ કાર્યવાહી

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં ઇન્દૌરની સ્પેશિયલ કોર્ટે સિમી સરગના સફદર નાગૌરી સહિત 11 આતંકવાદીઓને આજીવન કેદની સજા ફટકારી છે. તમામ દોષિતોને દેશદ્રોહના મામલમાં સજા સંભળાવવામાં આવી છે. જેમાથી ગુજરાતની સાબરમતી જેલમાં બંધ ત્રણ આરોપીને વીડિયો કોન્ફરસન્સથી સજા સંભળાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, માર્ચ 2008માં ઇંદોરથી સિમીના 11 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની પુછપરછ દરમિયાન ઇંદોરની પાસે અરોદા ગામના શહદાત ફાર્મ હાઉસમાં સફદર નાગૌરી, કમરૂદ્દીન અને આમિલ પરવેજની નિશાને છુપીરીતે રાખવામાં આવેલ 120 વિસ્ફોટક રોડ અને સૌ જેટલા ડેટૉનેટર મળી આવ્યા હતા.

સાથે જ પોલીસે ઘટનાસ્થળેથી 240 ભડકાઉ પંપલેટ્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ પંપલેટ્સમાં જેહાદી અને દેશદ્રોહ સાથે જોડાયેલા વોત લેખલી હતી. ઘરપકડ કરવામાં આવેલા આતંકવાદીઓ પાસેથી પોલીસને આતંકવાદીને આપવામાં આવતી ટ્રેનિંગનો વિડીયો પણ મળી આવી હતી.

આતંકવાદીઓને સમોવારે સજા સબળાવવામાં આવી છે. જેમાથી 10 આતંકવીદ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે.  જ્યારે એક આતંકવાદીને ઇંદોર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. સ્પેશિયલ કોર્ટે સાબરમતી કોર્ટમાં બંધ દોષિયોને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સુનવણી કરવામાં આવી હતી.