Not Set/ સુપરહીરો સાબિત થઇ રહ્યા છે સોનુ સૂદ, સ્પાઇસ જેટની મદદથી વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પહોંચાડ્યા ઘરે

  કોરોના વાયરસનાં સમયમાં બોલિવૂડનાં જાણીતા અભિનેતા સોનુ સૂદ ફરી એકવાર સુપરહીરો સાબિત થયા છે. ઘણા સ્થળાંતરીત મજૂરોને તેમના ઘરે લઈ ગયા પછી, તેઓએ વિદેશમાં ફસાયેલા 1500 તબીબી વિદ્યાર્થીઓને ઘરે પહોંચવામાં પણ મદદ કરી છે. અભિનેતાએ કિર્ગીસ્તાનમાં ફસાયેલા લગભગ 1500 વિદ્યાર્થીઓની સહાય માટે સ્પાઇસ જેટ સાથે હાથ મિલાવ્યો છે. આ ફ્લાઇટ્સમાંથી કેટલાક વિદ્યાર્થીઓ ગુરુવારે મોડી […]

Uncategorized
2804f05f73b016c374d2d936cc193362 સુપરહીરો સાબિત થઇ રહ્યા છે સોનુ સૂદ, સ્પાઇસ જેટની મદદથી વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પહોંચાડ્યા ઘરે
 

કોરોના વાયરસનાં સમયમાં બોલિવૂડનાં જાણીતા અભિનેતા સોનુ સૂદ ફરી એકવાર સુપરહીરો સાબિત થયા છે. ઘણા સ્થળાંતરીત મજૂરોને તેમના ઘરે લઈ ગયા પછી, તેઓએ વિદેશમાં ફસાયેલા 1500 તબીબી વિદ્યાર્થીઓને ઘરે પહોંચવામાં પણ મદદ કરી છે.

અભિનેતાએ કિર્ગીસ્તાનમાં ફસાયેલા લગભગ 1500 વિદ્યાર્થીઓની સહાય માટે સ્પાઇસ જેટ સાથે હાથ મિલાવ્યો છે. આ ફ્લાઇટ્સમાંથી કેટલાક વિદ્યાર્થીઓ ગુરુવારે મોડી રાત્રે વારાણસી એરપોર્ટ પહોંચ્યા હતા. આ વિશે માહિતી આપતાં સોનુ સૂદે ટ્વીટ કર્યું, અને સાથે કહ્યું કે, કિર્ગીસ્તાનથી વારાણસીની પહેલી ફ્લાઇટ આજે ઉડાન ભરતી હોવાથી તે ખૂબ જ ખુશ છે.