Not Set/ સુરત/ ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે આજથી બસ સેવા શરૂ

આજથી ગુજરાત અને મગારાષ્ટ્ર વચ્ચેની બસ સેવાઓ શરૂ થઇ રહી છે. કોરોનાનાં કારણે છેલ્લા 7 મહિનાથી બસ સેવા બંધ પડી હતી. જેના કારણે સામાન્ય નાગરિકોને મોટા પ્રમાણમાં મુસિબતનો સામનો કરવો પડી રહ્યો હતો. જો કે હવે આ બસ સેવા શરૂ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કોરોનાનાં કહેરને ટાળવા માટે વડા પ્રધાન મોદીએ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર […]

Gujarat Surat

આજથી ગુજરાત અને મગારાષ્ટ્ર વચ્ચેની બસ સેવાઓ શરૂ થઇ રહી છે. કોરોનાનાં કારણે છેલ્લા 7 મહિનાથી બસ સેવા બંધ પડી હતી. જેના કારણે સામાન્ય નાગરિકોને મોટા પ્રમાણમાં મુસિબતનો સામનો કરવો પડી રહ્યો હતો. જો કે હવે આ બસ સેવા શરૂ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

કોરોનાનાં કહેરને ટાળવા માટે વડા પ્રધાન મોદીએ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતુ. ત્યારે દેશની રફ્તાર અચાનક જ બંધ પડી ગઇ હતી.  રસ્તે ચાલતી બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી. જો કે હવે ધીરે ધીરે બધુ ખોલવામાં આવી રહ્યુ છે.  ત્યારે હવે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે આજથી બસ સેવા શરૂ કરવામાં આવી છે. એસટીની દૈનિક 242 ટ્રીપ શરૂ થવા જઇ રહી છે. દિવાળી પહેલા આંતરરાજ્ય બસ સેવા શરૂ થતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.