Not Set/ સુરત/ રેલવે સ્ટેશન ઉપર લાખો  રૂપિયાનું ભાડું ચૂકવી પરપ્રાંતીયોને વતન વળાવતા કોંગ્રેસી નેતાઓ અને પોલીસ વચ્ચે બબાલ

વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ ને કારને ચાલી રહેલા લોક ડાઉન માં સૌથી વધુ કફોળી હાલત પરપ્રાંતીય શ્રમજીવી ઓની બની છે. સરકારે શ્રમજીવીઓને વતન વાપસીની મંજુરી મળી ગઈ છે જે સાથે ગુજરાતમાં રાજકીય વાતાવરણ પણ ગરમાયું છે. શ્રમિકો પાસેથી ભાડું વસૂલાઈ રહ્યું છે. જે અંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પરપ્રાંતિય મજૂર માટે ભાડા ખર્ચ ઉઠાવવાની જાહેરત […]

Gujarat Surat

વૈશ્વિક મહામારી કોરોના વાઈરસ ને કારને ચાલી રહેલા લોક ડાઉન માં સૌથી વધુ કફોળી હાલત પરપ્રાંતીય શ્રમજીવી ઓની બની છે. સરકારે શ્રમજીવીઓને વતન વાપસીની મંજુરી મળી ગઈ છે જે સાથે ગુજરાતમાં રાજકીય વાતાવરણ પણ ગરમાયું છે.

શ્રમિકો પાસેથી ભાડું વસૂલાઈ રહ્યું છે. જે અંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પરપ્રાંતિય મજૂર માટે ભાડા ખર્ચ ઉઠાવવાની જાહેરત કરી છે. જેને પગલે આજે સુરત શહેર કોંગ્રેસે ઉત્તર પ્રદેશ જનારા પરપ્રાતિય મંજૂરોનું લિસ્ટ બનાવીને કલેક્ટરને આપ્યું છે. તે સાથે ટ્રેનની ટિકિટનો ખર્ચ પણ આપ્યો છે. દરમિયાન મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન પર હાજર રહેલા કોંગ્રેસી નેતા અને પોલીસ વચ્ચે બબાલ થઇ હતી. અને પોલીસે કેટલાક કોંગ્રેસીઓની અટકાયત પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 27 ટ્રેનમાં 33 હજાર પેસેન્જરો ગયા છે. જેમાં આજે એક ઉત્તરપ્રદેશ જતી ટ્રેનમાં કોંગ્રેસ દ્વારા 1200 મજૂરોનું લીસ્ટ તૈયાર કરીને એક ટિકિટના 710 લેખે  કુલ 8.52 લાખનું ભાડું ચૂકવી મોકલવામાં આવ્યા છે. રેલવે સ્ટેશન પર એકઠા કોંગ્રેસી નેતાઓને પોલીસ દ્વારા હટાવવાનો પ્રયાસ કરવામાં આવતા બોલાચાલી થઈ હતી. જોકે, ત્યારબાદ કોંગ્રેસના અગ્રણીઓએ વચ્ચે પડી હાલ મામલો શાંત પાડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.