Not Set/ સુરત/ શહેરમાં વીજળીનાં કડાકા સાથે મેઘરાજાએ કરી એન્ટ્રી

સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. શહેરનાં અનેકો વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વીજળીનાં ભારે કડાકા સાથે મેઘરાજાએ અહી એન્ટ્રી કરી હતી. અડાજણ, રાંદેર, પાલ, અઠવાલાઇન્સ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. અનેક નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.  સુરત શહેરમાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આપને જણાવી દઇએ […]

Gujarat Surat

સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. શહેરનાં અનેકો વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વીજળીનાં ભારે કડાકા સાથે મેઘરાજાએ અહી એન્ટ્રી કરી હતી. અડાજણ, રાંદેર, પાલ, અઠવાલાઇન્સ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. અનેક નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. 

સુરત શહેરમાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આપને જણાવી દઇએ કે, સુરત શહેરમાં રાત્રે મેઘાએ તોફાની બેટિંગ કરી હતી. માગરોળમાં રાત્રે 2 કલાકમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.  ઉપરાંત કામરેજમાં 2 ઇંચ વરસાદ અને ઓલપાડમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આપને જણાવી દઇએ કે, ભારે વરસાદથી સુરત સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાઇ ગયા હતા. દર્દીઓ, ડોક્ટરો, એમ્બ્યુલન્સ પાણીમાંથી નિકળવા મજબૂર બન્યા હતા. અહી સતત વરસાદનાં કારણે સિવિલ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટરમાં પાણી ભરાઇ ગયા હતા. શહેરમાં અનેક નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનુ સામે આવ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.